શોધખોળ કરો
Advertisement
જામનગર નજીક ઠેબા ગામ પાસે ઇકો અને રિક્ષા વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત
જામનગરના ઠેબા ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
જામનગર: જામનગરના ઠેબા ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય છ વ્યકિતઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનું પડીકુ વળી ગયું હતું.
શહેરની ઠેબાચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 અન્ય વ્યક્તિઓ ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ દૂર્ઘટનાની જાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રીક્ષા પડીકુ ગઇ હતી.
આ દૂર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઈકો કારનો આગળનો ભાગનો બૂડકો વળી ગયો હતો. આ અકસ્માત બાદ થોડા સમય માટે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion