શોધખોળ કરો

Jamnagar Rain: ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર, ઠેર ઠેર ભરાયા ઘુંટણસમા પાણી

Jamnagar News: જામનગર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે જુના જયશ્રી સિનેમા નજીક પાણી ભરાયા છે.

Jamnagar Rain: હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનું અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે  કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.

જામનગર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  ધોધમાર વરસાદના પગલે જુના જયશ્રી સિનેમા નજીક પાણી ભરાયા છે. બેડી ગેટ, પંચેશ્વર ટાવર સહિત શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

Jamnagar Rain: ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર, ઠેર ઠેર ભરાયા ઘુંટણસમા પાણી

પવન અને ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે. અહીં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ઉપરાંત 40 કિમીની ઝડપે પવન ફુંકાશે.

રાજ્યમાં આજથી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ

8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.    

Jamnagar Rain: ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર, ઠેર ઠેર ભરાયા ઘુંટણસમા પાણી       

અંબાલાલ પટેલે શું કર્યું છે આંકલન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.  નવા નીરથી નદીઓ તોફાની બનશે..દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે.

Jamnagar Rain: ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર, ઠેર ઠેર ભરાયા ઘુંટણસમા પાણી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ 40 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું.  20.25 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસ, તો 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.  15.11 લાખ હેક્ટર જમીનમાં તેલિબીયાના પાકનું વાવેતર થયું છે.  ચોમાસાની સારી શરૂઆત ખરીફ પાકને ફળી છે. રાજ્યમાં 86 ટકા કપાસ, તો 70 ટકા મગફળીનું વાવેતર.. ધાન્ય પાકોનું સરેરાશ 8 ટકા, કઠોળ પાકોનું 11 ટકા વાવેતર થયું છે.ભારે વરસાદથી રાજ્યના જળાશયો પણ ઓવરફલો થયા છે.  27 જળાશયો હાઈએલર્ટ પર છે તો 11 એલર્ટ, તો 13 જલાશયો પર વોર્નિંગ પર છે. 206 પૈકી 155 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 122.84 મીટરે પહોંચી છે. ડેમમાં કુલ 57.31 ટકા જળસંગ્રહ છે. 23 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતા વીજ ઉત્પાદનના CHPHના એક પાવર યુનિટને ચાલુ કરી દેવાયુ છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
ઇથોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, જયપુર અને જેસલમેરમાં અસર, ફ્લાઇટ્સ રદ, DGCA એલર્ટ પર
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
China-US Relations: ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં જશે બીજિંગ, ચીની રાષ્ટ્રપતિ પણ કરશે અમેરિકાનો પ્રવાસ
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
'મતદાર યાદીમાંથી હટી જશે તમારુ નામ', ચૂંટણી અધિકારી બની ઠગ કરી રહ્યા છે કૉલ, બચવા આટલું ધ્યાન રાખો
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Video: ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો! દિલ્હી-ગુજરાત પર રાખના વાદળોની શક્યતા
Embed widget