શોધખોળ કરો

Jamnagar Rain: જામનગરમાં ધોધમાર વરસાદ, જામ જોધપુર અને કાલાવડમાં વીજળીના કડાકા સાથે વરસાદ

જામનગર શહેરના બેડી, પંચવટી, પટેલ કોલોની, શરૂ સેક્શન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

જામનગર: જામનગર શહેરના બેડી, પંચવટી, પટેલ કોલોની, શરૂ સેક્શન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે પણ જામનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. 

જામજોધપુરનાં ગ્રામ્ય પંથકમાં રાત્રિનાં સમયે વરસાદી માહોલ જામ્યો છે.  સિદસર, ગિંગણી સહિતનાં ગામોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. 

કાલાવડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.  સાંજે 6 થી 8માં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.  કાલાવડ શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ  વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. 

દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં લાઈટ જતી રહી છે. ખંભાળિયાના શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. વાવણી બાદ જરૂરી સમયે વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. 

જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.  આટકોટ,ગરણી,ગુંદાળા,  જંગવડ, સાણથલી, વીરનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 

આટકોટ અને સાણથલી ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર અને ખેતરોમાં પાણી વહેતા થયાં હતા.  સાણથલી ગામે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.  આજે સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છ. 

સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વાવણી લાયક વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં હજી પડધરી અને જસદણ પંથકના અમુક ગામડાઓમાં જ વાવણી લાયક વરસાદ વરસ્યો છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે, ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઈંથી વધુ વરસાદ પડશે. સુરત સહિતના ભાગમાં 4થી 5 ઈંચ વરસાદ પડશે.
 
ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget