Jayalalithaa Birth Anniversary: એક્ટ્રેસથી અમ્મા સુધીનો જયલલિતાનો સફર રહ્યો શાનદાર, સતત 6 વખત બન્યા CM
જયલલિતાની આજે 75મી જન્મજંયતી છે. જયલલિતા એક એવું નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. જયલલિતા કે 'અમ્મા' કહો બસ આ નામ જ કાફી છે.
Jayalalithaa Birth Anniversary:કન્નડ ફિલ્મમાં કામ કર્યા બાદ તેણે તમિલ ફિલ્મ મીરા આધીમાં કામ કર્યું. આ ફિલ્મ કરવાની સાથે, તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી અભિનેત્રી બની હતી જે શોર્ટ સ્લીવ ડ્રેસ, સ્કર્ટ, ગાઉન અને હોટ સૂટમાં જોવા મળી.
આજે એક એવા નામની ચર્ચાં જેને પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી બાદ રાજનિતીમાં ડેબ્યુ કરી અને છવાઇ ગઇ. વાત છે 6 વખત મુખ્યમંત્રી બની ચૂકેલી જયલલીતાની. જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી, 1948ના રોજ કર્ણાટકના મેલુરકોટ ગામમાં એક તમિલ પરિવારમાં થયો હતો.
અભિનયની કારર્કિદી છોડીને તેમને રાજકારણમાં ઝંપલાવ્યું. જયલલિતા જયરામ જયલલિતા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. જયલલિતા જ્યારે 15 વર્ષની હતી અને હજુ શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણે અભિનયની દુનિયામાં પોતાનું પહેલું પગલું ભર્યું હતું.તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એપિસલ નામની ફિલ્મથી કરી હતી, જે 1961માં રિલીઝ થયેલી અંગ્રેજી ફિલ્મ હતી.આ પછી તેણે કન્નડ ફિલ્મમાં લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હતી. 1972માં, તેણે તમિલ ફિલ્મ પટ્ટિકાડા પટ્ટનામા માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
કન્નડ ફિલ્મમાં કામ કર્યા બાદ તેણે તમિલ ફિલ્મ મીરા આધીમાં કામ કર્યું. આ ફિલ્મ કરવાની સાથે, તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી અભિનેત્રી બની હતી જે શોર્ટ સ્લીવ ડ્રેસ, સ્કર્ટ, ગાઉન અને હોટ સૂટમાં જોવા મળી.
દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં ઘણી ફિલ્મો કર્યા પછી, તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. તેમણે અભિનેતા ધર્મેન્દ્રની સાથે સ્ક્રિન શેર કરી. ફિલ્મ ઇઝ્ઝતમાં તેના ઉત્તમ અભિનય માટે બોલિવૂડમાં ઘણી પ્રશંસા મેળવી.
આ પછી, 1982 માં, તેણીએ એમજી રામચંદ્રન દ્વારા સ્થાપિત પાર્ટીની સભ્ય બની અને રાજકારણમાં જોડાઈ.
1984માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા. આ પછી તેઓ આ સીટ પરથી 1989 સુધી સતત ચૂંટણી લડ્યા અને જીત્યા.
આ પછી 1991માં જયલલિતા પહેલીવાર મુખ્યમંત્રી બન્યા અને 2016 સુધી જયલલિતા 6 વખત મુખ્યમંત્રી બન્યા.રાજકારણમાં પણ તેમનો કાર્યકાળ શાનદાર રહ્યો.
જયલલિતાની આજે 75મી જન્મજંયતી છે. જયલલિતા એક એવું નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. જયલલિતા કે 'અમ્મા' કહો બસ આ નામ જ કાફી છે. જયલલિતાનો દરજ્જો એવો હતો કે દક્ષિણ ભારત અને ખાસ કરીને તમિલનાડુના લોકોમાં તેમની ભગવાનની જેમ પૂજા થતી હતી. તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર હતી. તેને ફિલ્મોમાં જેટલી સફળતા મળી એટલી જ સફળતા રાજકારણમાં પણ મળી. પોતાની ફિલ્મી કારકિર્દીમાં 300 થી વધુ ફિલ્મો આપનાર જયલલિતા પોતાની રાજકીય કારકિર્દીમાં છ વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને અમ્મા તરીકે પ્રખ્યાત થયા. 5 ડિસેમ્બર 2016ના રોજ ચેન્નાઈની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.