Controversial Statement: રૂપાલાના નિવેદનથી આક્રોશ વધુ ભભૂક્યો,કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામુ
રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદથી નારાજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત રાજીનામુ આપ્યુ છે.
Controversial Statement:પરષોતમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં ક્ષત્રિય મહિલા આગેવાન પણ મેદાને આવી છે અને રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે માંગણી કરી રહી છે. તો બીજી તરફ આ તમામ વિવાદ વિરોધના વંટોળ વચ્ચે પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું, રાજ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. વિવાદાસ્પદ નિવેદનના કારણે છેલ્લા કેટલાક દિવસથી પરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, આ વિરોધને ડામવા માટે ભાજપે ગઇ કાલે ગોંડલના શેમડામાં ક્ષત્રિય આગેવાન સાથે બેઠક યોજી હતી. જેમાં રૂપાલાએ મંચ પરથી હાથ જોડીને માફી પણ માંગી હતી જો કે કરણી સેનાએ આ બેઠકને માત્ર ભાજપ પ્રેરિત ગણાવી હતી.
રાજ શેખાવતે વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કર્યું છે.તેના આવા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે. મેં સમાજ સેવા અને સનાતન ધર્મનો હિતના રક્ષણ માટે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી. જો કે ભાજપના આવા વલણને જોતા જોતા મને લાગે છે કે, મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.
શું છે સમગ્ર મામલો
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.