આદિપુરૂષ ફિલ્મ પર કથા દરમિયાન મોરારિ બાપુએ વ્યક્ત કરી નારાજગી, શું કહ્યું, સાંભળો
મોરારિ બાપુએ કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે.
Aadipurush controversy:રામાયણ ગ્રંથ પર આધારિત ફિલ્મને લઇને સતત વિરોધ થઇ રહ્યો છે. રામાયણના પાત્ર અને સંવાદને ફિલ્મમાં એ રીતે રજૂ કરાયા છે કે, પાત્રોની ગરિમાના હાનિ પહોચે છે. આ મુદ્દે કથાકાર મોરારિ બાપુએ પણ ટિપ્પણી કરી હતી. શું કહ્યું જાણીએ
હાલ કર્ણ પ્રયાગમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે. આ દરમિયાન તેમણે ફિલ્મ આદિપુરુષ વિશે વાત કરતા તેમણે ફિલ્મકારને વિનમ્રપણે કેટલી ટકોર કરી હતી. જાણીએ કથાકાર મોરારિ બાપુએ વ્યાસ પીઠ પરથી શું અપીલ કરી.
આદિપુરૂષ ફિલ્મ વિશે મોરિરા બાપુએ શું કહ્યું?
"વિનમ્રતાથી વ્યાસપીઠથી એક વિનય કરવા ઇચ્છુ છું કે, આજકાલ એવા નાટક, ચલચિત્ર બની રહ્યાં છે. તેમાં રામાયણના પાત્રો પાસેથી કંઇક પણ બોલાવવામાં આવે છે. મેં આ ફિલ્મ જોઇ નથી પરંતુ જ્યારે હું વ્યાસપીઠ પર બેઠો છું તો એ વિનય કરું છું કે, જ્યારે કોઇ રામાયણ વિશે કે પાત્ર વિશે ચલચિત્ર કે નાટક બનાવવા જઇ રહ્યાં છો. ત્યારે વાલ્મિકી અને તુલસીદાસની રામાયણનો આધાર લો. વિનમ્રતાથી કહીશ કે કમ સે કમ મોરારીબાપુને પૂછો. આપને કદાચ આ અંહાકાર લાગી શકે છે પરંતુ મેં તેના પર 65 વર્ષથી કામ કર્યું છે અને હું આદર આપુ છું દિવંગત રામાનંદ સાગરને જેને જ્યારે રામાયણ સિરિયલ બનાવી તો બે વ્યક્તિના મત લીધા હતા. એક તો રામકિર્કરજી મહારાજ અને તલગાજરડાના મોરારી બાપુનો. મને છોડી દો, પરંતુ ત્રિભુવનિય ગ્રંથ આપ્યો છે તેવા તુલસીદાસના શાસ્ત્રની મદદ લો. વાલ્મિકિજીની રામાયણનો આધાર લો. તેમણે કહ્યું કે, રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે. આ ચલચિત્રનો ગ્રંથ નથી પરંતુ અચલ ચરિત્રનો ગ્રંથ છે.