(Source: ECI/ABP News/ABP Majha)
એર્નાકુલમ બ્લાસ્ટ: IEDના મળ્યાં નિશાન, ટિફિન બોક્સમાં બોમ્બ લાવવામાં આવ્યો હોવાની આશંકા
કેરળના કોચ્ચિમાં પ્રાર્થના સભા દરમિયાન થયેલા ભયંકર બ્લાસ્ટમાં 36 લોકો ઘાયલ થયા છે. જેમાં 6 હાલત અતિ નાજુક છે. બોંબ ટિફિન બોક્સમાં છુપાવીને રાખ્યો હોવાનું આશંકા જોવાઇ રહી છે.
Keral Blast:કેરળના એર્નાકુલમ જિલ્લાના કલામસેરીમાં જામરા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં રવિવારે સવારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કન્વેન્શન સેન્ટરમાં આગ લાગી ગઈ. ખુરશીઓ અહીં અને ત્યાં વેરવિખેર થઇ ગઇ. ત્રણ વિસ્ફોટના અહેવાલ છે. કેરળ પોલીસ તેમજ NIA દ્વારા બ્લાસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. એનએસજીની ટીમ પણ તપાસ માટે આવી રહી છે.
દરમિયાન, માહિતી મળી છે કે, બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હતો. આ માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું. IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ)નો ઉપયોગ કરીને બ્લાસ્ટના નિશાન મળી આવ્યા હતા. ટિફિન બોક્સમાં છુપાવી બોંબ લાવવામાં આવ્યો હોવાની શક્યતા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિસ્ફોટ સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. કેરળના ડીજીપી શેખ દરવેશ સાહેબે પુષ્ટિ આપી હતી કે પ્રાથમિક તપાસમાં આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
6 લોકોની હાલત અતિ નાજુક
કેરળના વિપક્ષી નેતા અને રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ વીડી સતીસને મીડિયાને જણાવ્યું હતું કે, કન્વેન્શન સેન્ટરમાં બે વિસ્ફોટ થયા હતા, ત્યારબાદ આગ લાગી હતી. બ્લાસ્ટને કારણે એક મહિલાનું મોત થયું છે. 37 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં ઓછામાં ઓછા છ દર્દીઓની હાલત ગંભીર છે.
IED શું છે?
IEDનું ફુલ ફોર્મ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ છે. આવા તમામ ઉપકરણોને IED કહી શકાય જે વિસ્ફોટનું કારણ બને છે અને જે પહેલાથી મોજૂદ વસ્તુને ઇમ્પ્રોવાઇઝ કરીને બનાવવામાં આવે છે. આતંકવાદીઓથી લઈને નક્સલવાદીઓ વિસ્ફોટો કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ટિફિન બોક્સથી લઈને ગેસ સિલિન્ડર સુધી, IED બનાવવામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને રોજિંદી કામકાજની વસ્તુઓ જેવા પ્લાન્ટ કરી શકાય છે. IED કેટલું ખતરનાક હશે, તેનો આધાર તેમાં વપરાતા વિસ્ફોટક અને તેની માત્રા પર રહે છે.