દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI એ કરી ધરપકડ
આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે, આવી સ્થિતિમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સાંસદો આવવાનો અનુમાન હોવાથી સઘન પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Background
Liquor Scam Live: CBI આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે, આવી સ્થિતિમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સાંસદો આવવાનો અનુમાન હોવાથી સઘન પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને આપના નેતાઓ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે. આવી સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રીની સાથે આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં આવે તેવી શક્યતા છે. તેને જોતા દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. સીબીઆઈ હેડક્વાર્ટરની આસપાસ દોઢ હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. CBIએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે એક્સાઇઝ પોલિસી કૌભાંડની સીબીઆઈ તપાસમાં જોડાયા હતા. તેઓ સવારે 11.10 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તપાસમાં જોડાતા પહેલા તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ સાથે રાજઘાટ પર પૂજા કરવા ગયા હતા.
CBI હેડક્વાર્ટરમાં મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ
CBI હેડક્વાર્ટરમાં મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ
CBI હેડક્વાર્ટરમાં મનીષ સિસોદિયાની પૂછપરછ ચાલી રહી છે. હેડક્વાર્ટરની બહાર સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે તો બીજી તરફ ભીડના પગલે પોલીસે દક્ષિણ દિલ્હીમાં CBI ઓફિસની આસપાસ કલમ 144 લગાવી દીધી છે.





















