શોધખોળ કરો
યુવકે થિયેટરમાંથી ફિલ્મ પદ્માવત ફેસબૂક પર રિલીઝ કરી દીધું, જુઓ વીડિયો

અમદાવાદઃ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ફિલ્મ પદ્માવત ન બતાવવાનો થિયેટર માલિકોએ નિર્ણય લીધો છે. બીજી તરફ આજે ભારતબંધના એલાન વચ્ચે અન્ય રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અન્ય રાજ્યના એક યુવકે પોતાના ફેસબૂક પેજ પર થિયેટરમાંથી ફિલ્મ લાઇવ કરી દીધી હતી. આ ફિલ્મ લાઇવ કર્યાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ફેસબૂક પર એક કલાકથી પણ વધુ સમય સુધીનું મૂવી રિલીઝ કરાયું છે. આ અંગેની વિગતો એવી છે કે, જાટો કા અડ્ડા નામનું ફેસબૂક એકાઉન્ટ છે, જેમાંથી આ વીડિયો લાઇવ કરી દેવાયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોએ જોઇ લીધો છે.
વધુ વાંચો





















