Raja Raghuvanshi Murder Case:મેઘાલયનઓ એ પોઇન્ટ જ્યાં રાજા રઘુવંશીનું થયું મર્ડર, જાણો કેટલી ખતરનાક છે આ જગ્યાં
Raja Raghuvanshi Murder Case:ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પત્ની સોનમ રઘુવંશીને આ હત્યાના સૂત્રધાર માનવામાં આવી રહ્યાં છે

Raja Raghuvanshi Murder Case:મેઘાલય ફરવા ગયેલા રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના કેસમાં એક નવો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, રાજાની હત્યાનું કાવતરું તેની પત્ની સોનમ દ્વારા ઘડવામાં આવ્યું હતું. સોનમે રાજાની હત્યા માટે કિલર હાયર કર્યા હતા. હાલમાં, સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે અને રાજાની હત્યામાં સામેલ ત્રણેય શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. ચાલો, અમે તમને જણાવીએ કે, મેઘાલયમાં તે જગ્યા કેટલી ખતરનાક છે જ્યાં સોનમે રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી.
હત્યા ક્યાં થઈ હતી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેઘાલયના નોંગ રિયાટમાં ડબલ ડેકર રૂટ બ્રિજ પાસે સોનમ દ્વારા રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. નોંગ રિયાટ એક ખૂબ જ સુંદર સ્થળ છે, જે શિલોંગથી લગભગ 28 કિલોમીટર દૂર છે. તેની સુંદરતા ઉપરાંત, તે પ્રખ્યાત ડબલ ડેકર રૂટ બ્રિજ માટે પણ જાણીતું છે, જે વર્ષોથી વાંસના ફ્રેમ પર વડના ઝાડના મૂળ ઉગાડીને બનાવવામાં આવ્યું છે.જો તમે ત્યાં જશો, તો તમને ધોધ અને પર્વતોનો સુંદર નજારો જોવા મળશે, જેને જોયા પછી ત્યાંથી હટવાનું મન નહી થાય.
આ જગ્યા કેટલી ખતરનાક છે
જે જગ્યાએ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી તે જગ્યા બાંગ્લાદેશ સરહદથી થોડા કિલોમીટર દૂર આવેલી છે, જેના કારણે તે ખતરનાક બની જાય છે. શરૂઆતમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે સોનમનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ જવામાં આવી હશે, પરંતુ હાલમાં મામલો તેનાથી વિપરીત બન્યો છે. જોકે, આ જગ્યા ખતરનાક નથી, અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. મેઘાલયને ભારતના સૌથી સુંદર અને રહસ્યમય ટ્રેકિંગ સ્થળોમાંનું એક માનવામાં આવે છે, પરંતુ તે એટલું જ કંટાળાજનક છે, અહીં પહોંચવા માટે તમારે પર્વત પર ચઢવું પડે છે. પરંતુ અહીં કુદરતી સૌંદર્ય, ડબલ ડેકર રુટ બ્રિજ અને રેઈન્બો ફોલ્સ તે જોઇને તમારો થાક ઉતરી જશે.
સોનમે તેના પતિની હત્યા કેમ કરાવી
એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનમનું રાજ કુશવાહા સાથે અફેર હતું અને તેણે તેના પ્રેમી સાથે મળીને રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંનેએ મળીને હત્યારાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, આ ઉપરાંત, એવા અહેવાલો પણ બહાર આવી રહ્યા છે કે રાજ કુશવાહા સોનમની ઓફિસમાં કામ કરે છે. હાલમાં, આ સમગ્ર મામલાના ખુલાસા પછી, મેઘાલયના મુખ્યમંત્રીએ રાજ્ય પોલીસની પ્રશંસા કરી છે, જેમણે આટલા ઓછા સમયમાં આ કેસ ઉકેલી નાખ્યો





















