Mehsana: મહેસાણામાં ડ્રાઈવિંગ કરી પેટીયું રળતા યુવકે વ્યાજખોરના ત્રાસથી કર્યો આપઘાત
મહેસાણા: લાખવડી ભાગોળ વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો છે. ભોંયરાવાસમાં રહેતા યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા યુવાને આત્મહત્યા કરી છે.
મહેસાણા: લાખવડી ભાગોળ વિસ્તારમાં યુવકે આપઘાત કર્યો છે. ભોંયરાવાસમાં રહેતા યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા યુવાને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનાર યુવકનું નામ કનૈયા રાવળ છે. વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આરોપ છે. રાજ્યમાં આ પહેલા પણ વ્યાજખોરના ત્રાસને કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂકાવ્યું છે. પોલીસ અને સરકારની કડક કાર્યવાહી છતા વ્યાજખોરોના ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી
રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનારા પુરુષોત્તમ પીપળીયાને ધમકી મળવાની શરૂઆત થઈ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘરનું એડ્રેસ પૂછી ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. અંધશ્રદ્ધા ન ફેલાય તે જ મારો ઉદ્દેશ છે, અત્યાર સુધીમાં પાંચથી છ વખત ધમકીભર્યા ફોન આવ્યા છે. બાબા મને સમય આપશે તો હું ચોક્કસ મળીશ, બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે તેનો મારો વિરોધ નથી. સનાતન ધર્મના પ્રચાર માટે મંજૂરી મળવી જોઈએ, મારો વિરોધ સનાતન ધર્મનો નથી માત્ર ધતિંગનો છે. હું પોલીસ પ્રોટેક્શન નથી માંગતો.
પુરુષોત્તમ પીપળીયાએ શું ફેંક્યો હતો પડકાર
દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.