અંબાજી જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, એકનું મોત, 6ની હાલત ગંભીર
મહેસાણા: ખેરાલુ-અંબાજી હાઇવે પરના કાદરપુર પાટીયા પાસે અક્સ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું નિપજ્યું છે. ઓવર લોડીંગ કપચી ભરેલ ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
મહેસાણા: ખેરાલુ-અંબાજી હાઇવે પરના કાદરપુર પાટીયા પાસે અક્સ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું નિપજ્યું છે. ઓવર લોડીંગ કપચી ભરેલ ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં છ લોકો ગંભીર ઈજા પણ પહોંચી છે. અક્સ્માતમાં કાર દબાઈ જતા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. કારમાં દબાઈ ગયેલા ઘાયલોને એક કલાકની મહેનત બાદ કારનો દરવાજા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનનાર પરિવાર બાલાસિરોનો રહેવાસી છે. તેઓ અંબાજી જતા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
રાજકોટ: નર્સીંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ
રાજકોટ: રંગીલા રાજકોટમાં નર્સીંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શાપર નજીક ઢોલરામાં આવેલ જય સોમનાથ નર્સીંગ કોલેજમાં આ બનાવ બન્યો છે. મૂળ મેંદરડાના અણીયારા ગામની અને નર્સીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. છેલ્લે મોબાઈલમાં વાત કરી આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. જો કે આ વિદ્યાર્થિનીએ ક્યા કારણ આ પગલું ભર્યું તે સામે આવ્યું નથી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, તંત્રમાં મચી દોડધામ
વાંકાનેર: વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા કરાયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના 3થી 3.30 વાગ્યાના અરસામાં મકનસરથી વાંકાનેર વચ્ચે આ ઘટના બની હતી. બ્રોડગેજ લાઇન પાસે બાવળ અને ઇંટના કટકા મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ અંગે સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર ગૌતમે ફરિયાદ નોંધાવી છે. રેલવેને નુકશાન પહોંચાડવા કોશિશ બદલ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેલવે પોલીસે ભારતીય રેલ અધિનિયમ 1989ની કલમ 150-(1)-(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેર પોલીસનું કારસ્તાનઃ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ દારુ પાર્ટી કરતા પોલીસ કર્મચારી ઝડપાયા
અમદાવાદઃ હાલ દારુબંધીને લઈ પોલીસ જ વિવાદમાં આવી રહી છે અને રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ પોલીસ ઉડાવી રહી છે. પાછલા ઘણા સમયથી દારુના નામે પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. વાત એમ છે કે, અમદાવાદ શહેર પોલીસના જવાનો નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની પોલીસ ચોકીમાં જ દારુ પીતાં ઝડપાયા છે.