Mehsana: મહેસાણા નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે જ મોત, 5ની હાલત ગંભીર
મહેસાણા: સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મહેસાણા: સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી.
ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો
આ ટક્કર એટલી ગંભીર હતી કે, ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
રોંગ સાઇડમાં આવતી ખાનગી બસે કારને ટ્કકર મારતા 4 યુવકના મોત
અરવલ્લીના ડુંગરપુરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે રોંગ સાઇડમાં આવતી ખાનગી બસે કારને ટ્કકર મારતા 4 યુવકના મોત નિપજ્યાં છે. અકસ્માત ઉદેપુર-અમદાવાદ હાઇવે પર શામળાજીથી 6 કિલોમીટર દૂર સર્જાયો હતો. રોંગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાઈ હતી.અકસ્માતમાં ગેડ,વેણપૂર,ખારી,પાંડરવાડા ગામના ચાર યુવકે જિંદગી ગુમાવી. અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. વીંછીવાડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ મહેસાણાની મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઇક પર આવી રહેલા બે યુવાનને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનુ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ મહેસાણા મોઢેરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક જઈ રહેલા બે યુવાનને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બન્ને વાહન ચાલકો રોડ પર પટકાયા હતા. જેમાં એકનું મોત થયું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial