(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: ‘બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી’, નીતિન પટેલે આપ્યું નિવેદન
મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી
મહેસાણાઃ મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યુ હતું કે બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી. હવે સડસડાટ આગળ વધશે વિકાસ યાત્રા...'
મહેસાણા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નીતિન પટેલ પહોંચ્યા હતા. સભામાં નીતિન પટેલે દાવો કર્યો હતો કે મે જ મુકેશ પટેલની પસંદગી કરી છે. બીજી ચાર-પાંચ બેઠકો પર મારી જ પસંદગીના ઉમેદવાર મુકવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં PM મોદીની જાહેરસભા, ભાજપનો દાવો- 1 લાખ લોકો આવે તેવી વ્યવસ્થા કરાઈ
Gujarat Election 2022: આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. વલસાડના ઝુજવા ગામે પીએમ મોદીની જાહેરસભા યોજાશે. આ સભાને લઈને ભાજપના નેતાઓથી લઈને પ્રશાસન તડામાર તૈયારીમાં લાગ્યું છે. જિલ્લા ભાજપનો દાવો છે કે, PM મોદીની સભા એક લાખ લોકો આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સભાની સાથે પીએમ મોદી રોડ શૉ પણ યોજવાના છે. દક્ષિણ ગુજરાત બાદ બીજા દિવસે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. 2 દિવસમાં સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની ચાર સભા યોજાશે. 20મી તારીખે ધોરાજીમાં યોજાનાર સભાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. સવા લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતા વાળો વિશાળ ડોમ બનાવાઈ રહ્યો છે.
શિવરાજ સિંહ ચૌહાણે કચ્છમાં સભા ગજવી, કોંગ્રેસ- આપ પર સાધ્યું નિશાન
બીજેપીએ કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. કચ્છમાં આયોજિત એક જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આજે તમે કચ્છની પાઘડી પહેરીને મારું સ્વાગત કર્યું છે. આપણા દેશમાં પાઘડીથી મોટું કોઈ સન્માન નથી. હું તમને વચન આપું છુ કે તમારું ગુજરાતનું ગૌરવ અને ગૌરવ વધારવા માટે મારાથી જે પણ યોગદાન થઈ શકે તે આપીશ. અહીંનું દાડમ, અહીંનું ડ્રેગન ફ્રૂટ પ્રખ્યાત છે. કચ્છના લોકો જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે.
નરેન્દ્ર મોદીજીના પ્રયાસોથી નર્મદા નદીનું પાણી કચ્છમાં પહોંચ્યું છે. હું મધ્ય પ્રદેશમાં રોજ એક રોપા રોપું છું. વૃક્ષ વાવવાથી મોટો કોઈ પુણ્ય નથી. વૃક્ષો આપણને ઓક્સિજન તો આપે જ છે, પરંતુ નર્મદા જીમાં પાણીના પ્રવાહને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. વૃક્ષો છે તો નર્મદાજી છે. હું વચન આપું છું કે, નરેન્દ્રભાઈ નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ ગયા, હું નર્મદા માતામાં પાણીની કોઈ અછત નહીં થવા દઈશ. આ કોંગ્રેસીઓ અને મેધા પાટકર જેવા લોકો આંદોલન કરતા હતા અને મને ગાળો આપતા હતા કે તમે અમારું પાણી ગુજરાતને કેમ આપો છો. જ્યારે અહીં નર્મદાનું પાણી આવ્યું તો અહીંના ખેતરો ખીલવા લાગ્યા.
આપણને આઝાદી ચાંદીની થાળીમાં મળી ન હતી, હજારો ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું, પછી આપણને આઝાદી મળી. ક્રાંતિકારીઓ હસતા હસતા ફાંસી લગાવતા હતા અને પ્રાર્થના કરતા હતા કે હું અહીં જ જન્મીશ અને મૃત્યુ પામું અને દેશ આઝાદ ન થાય ત્યાં સુધી જન્મ લેતો રહું. કોગ્રેસ ક્રાંતિકારીઓને ભૂલી ગઈ. કોંગ્રેસે માત્ર એક જ પરિવારને આઝાદી મળે તે શીખવ્યું. ગઈકાલે રાહુલ ગાંધીએ સ્વતંત્ર વીર સાવરકરનું અપમાન કર્યું હતું. અપમાન કરવું એમના સ્વભાવમાં છે! તેમના નેતાઓ દરરોજ નરેન્દ્રભાઈનું અપમાન કરે છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, તેઓ તેમની માતાનું પણ અપમાન કરે છે. આ દેશનું અપમાન છે અને જનતા આ અપમાન સ્વીકારશે નહીં