શોધખોળ કરો
Advertisement
કોરોનાની દહેશતને પગલે બંધ કરાયેલી રાજસ્થાનની સરહદોને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો વિગત
રાજસ્થાનની અંબાજી અમીરગઢ ગુંદરી થરાદ બોર્ડર તેમજ રતનપુર બોર્ડર પણ ખુલ્લી મુકાઈ છે.
બનાસકાંઠાઃ રાજસ્થાનમાં કોરોનાના કેસો વધવા લાગતા સરકાર દ્વારા ગુજરાત રાજસ્થાનની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી. જોકે, હવે આ તમામ સરહદોને ખુલ્લી મુકવામાં આવી છે. રાજસ્થાનની અંબાજી અમીરગઢ ગુંદરી થરાદ બોર્ડર તેમજ રતનપુર બોર્ડર પણ ખુલ્લી મુકાઈ છે.
આજથી તમામ સરહદોને ખુલ્લી મુકવામાં આવી છે. જોકે, વાહનચાલકો અને પ્રવાસીઓનું સ્ક્રીનીંગ થશે .ખાનગી વાહન ચાલકો પાસ વગર પણ માત્ર નોંધણી કરાવી અવર-જવર કરી શકશે. કોરોના મહામારીને લઇ અગાઉ બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે બોર્ડરો ખોલી દેવાતા લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આમ, અઠવાડિયા પછી ગુજરાતથી રાજસ્થાન તરફની સરહદો લોકોની અવર-જવર માટે ખુલ્લી થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion