શોધખોળ કરો

BJP Corona : ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ નેતા?

હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સંક્રમિત બની રહ્યા છે, ત્યારે હવે ભાજપના દિગ્ગજ નેતા અને પાટણના સાંસદ કોરોના સંક્રમિત થયા છે. સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા છે.

પાટણઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સંક્રમિત બની રહ્યા છે, ત્યારે હવે ભાજપના દિગ્ગજ નેતા અને પાટણના સાંસદ કોરોના સંક્રમિત થયા છે. સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા છે. ભરતસિંહ ડાભીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઇન થયા છે. બે દિવસ પહેલા જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત થયા હતા. 

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત થયા છે. બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલ કોરોનાની પહેલી લહેરમાં પણ સંક્રમિત થયા હતા. શેહઝાદ ખાન પઠાણના પદગ્રહણ કાર્યક્રમમાં હિંમતસિંહ પટેલ હાજર હતા. ડોકટરની સલાહ મુજબ હિંમતસિંહ પટેલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના પણ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9828  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,76,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  12 મોત થયા. આજે 2,02,592 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8391, સુરત કોર્પોરેશનમાં 3318,  વડોદરા   કોર્પોરેશનમાં 1998,  રાજકોટ કોર્પોરેશનમાં 1259,  સુરતમાં 656,  ભાવનગર કોર્પોરેશનમાં 526, ગાંધીનગર કોર્પોરેશનમાં 446, વલસાડમાં 387, ભરૂચમાં 302, નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણામાં 258, જામનગર કોર્પોરેશનમાં 255, વડોદરામા 254, આણંદમાં 247, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194, ગાંધીનગરમાં 178, ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગરમાં 146, અમદાવાદમાં 138, રાજકોટમાં 127, જૂનાગઢ કોર્પોરેશનમાં 95, નર્મદામાં 84, જામનગરમાં 80, દાહોદમાં 75, પોરબંદરમાં 61, સાબરકાંઠામાં 54, અમરેલીમાં 47, દેવભૂમિ દ્વારકામાં 46, ભાવનગરમાં 44, તાપીમાં 43, પંચમહાલમાં 42, ગીર સોમનાથમાં 39, મહીસાગરમાં 37, જૂનાગઢમાં 19, ડાંગમાં 9, અરવલ્લીમાં 4, બોટાદમાં 3, છોટા ઉદેપુરમાં 2 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 90726 કેસ છે. જે પૈકી 125 વેન્ટીલેટર પર છે, જ્યારે 90,601 નાગરિકો સ્ટેબલ છે. 8,76,166 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,186 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 12 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત  કોર્પોરેશનમાં 1, વલસાડમાં 2, ભરૂચમાં 1 અને સાબરકાંઠામાં બે દર્દીઓના મોત થયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 263 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5643 લોકોને પ્રથમ અને 21,701 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30,136 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 64,376 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 32,947 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 47,515 લોકોને અપાયો છે.  આજે કુલ 2,02,592 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,55,82,092 લોકોને રસી અપાઈ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Embed widget