શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મહેસાણાઃ કેનાલમાં ધડામ દઈને ખાબકી કાર, મહિલાએ પોતાની સાડી કાઢીને પાણીમાં નાંખીને બચાવ્યો છોકરીનો જીવ

અરબીના તેના ચાર મિત્રો સાથે સોમવારે કાર લઈને કડી ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ગઇ હતી.

મહેસાણાઃ ગઈ કાલે સોમવારે સવારે કડી તાલુકાના કરણનગર સ્થિત નર્મદા કેનાલમાં કારના ચાલકે કાબૂ ગુમાવતાં લોખંડની રેલિંગ તોડી કાર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ કિશોર-કિશોરીઓ પૈકી એક કિશોરીનો બચાવ થયો હતો. જ્યારે એક કિશોરી અને બે કિશોર સહિત ત્રણની લાશ મળી આવી હતી. જ્યારે એક કિશોર હજુ લાપતા છે. કડીની કરજણ ખાતેની નર્મદા કેનાલમાં કાર ધડામ દઈને ખાબકી હતી. જેનો અવાજ સાંભળીને ખેડૂત દંપતી ત્યાં દોડી ગયું હતું. તેમણે કેનાલમાં જોતા એક સગીરા ડૂબી રહી હતી. આ સમયે ખેડૂત મહિલાએ પોતાની સાડીનો એક છેડો કેનાલમાં નાંખીને કિશોરીને આપ્યો હતો. જે પકડીને સગીરા બહાર આવી હતી અને તેનો જીવ બચી ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં એક સગીરા અને બે સગીર મળી કુલ ત્રણના મોત થયા છે. જ્યારે હજુ સુધી એક કિશોરનો પત્તો લાગ્યો નથી. ખેડૂત દંપતીએ જે સગીરાને બચાવી તેનું નામ અરબીના હોવાનું જાણવા મળ્યું છે. અરબીના નંદાસણના વતની અને કડી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મીરસાબમીયા સૈયદના પુત્ર અહેમદહુસેન સૈયદ ઉર્ફે સરપંચની દીકરી છે. અરબીના તેના ચાર મિત્રો સાથે સોમવારે કાર લઈને કડી ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ગઇ હતી. ફોર્મ ભર્યા બાદ સવારે 10-30 વાગ્યાના અરસામાં તેઓ કડીથી કરણનગર સ્થિત નર્મદા કેનાલ પર ફરવા નીકળ્યા હતા. તેઓ કચ્છ તરફની મુખ્ય કેનાલ પાસ કરીને સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક ચાલકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી કાર રોડની બાજુમાં આવેલી લોખંડની રેલિંગ તોડી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં ખાબકી હતી. કાર ખાબક્યાની જાણ થતાં રાહદારી ખેડૂત દંપતી ત્યાં દોડી ગયું હતું અને અરબીના નામની સગીરાને બચાવી લીધી હતી. આ પછી સ્થાનિક તરવૈયાઓ અને કડી સહિતના ફાયર બ્રિગેડની ટીમોની 7 કલાકની ભારે જહેમત બાદ 3 લાશો બહાર કાઢી પીએમ માટે કડી સરકારી હોસ્પિટલ મોકલી અપાઇ હતી. કિશોરીની લાશ કારમાંથી મળી આવી હતી. કાર કેનાલમાં ખાબકવાનો અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેમજ એક સગીરાને બચાવી લેવામાં આવી હતી. જોકે, એક સગીરા અને બે સગીર મળી ત્રણના મોત થયા છે. તેમજ એકની શોધખોળ ચાલું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયુંDakor News |  ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિતRajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Embed widget