ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા કયું મોટું શહેર સવારથી સજ્જડ બંધ? જાણો વિગત
કોરોના સંક્રમણની ચેઈન તોડવા મહેસાણાના વેપારીઓએ પહેલ કરી છે. લોકોને સાથ સહકાર અપવા અપિલ કરી રહ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉને સવારથી જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરની દુકાનો સજ્જડબંધ જોવા મળી રહી છે.
મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે અને દૈનિક કેસો 4 હજારને પાર થઈ ગયા છે, ત્યારે લોકો સ્વયંભૂ બંધ રાખી રહ્યા છે. રાજ્યના 100થી વધુ ગામ-શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા મહેસાણા શહેરમાં પણ બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.
આજથી જિલ્લાના વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન પાળ્યું છે. 2 દિવસ સુધી મહેસાણાની તમામ દુકાનો બંધ રહેશે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા મહેસાણાના વેપારીઓએ પહેલ કરી છે. લોકોને સાથ સહકાર અપવા અપિલ કરી રહ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉને સવારથી જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરની દુકાનો સજ્જડબંધ જોવા મળી રહી છે.
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો (Gujarat Corona Cases) આંકડો ચાર હજારને પાર થયો હતો. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 91.87 ટકા છે.
ગુજરાતમાં કઈ જગ્યાએ શું બંધ
- ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે કેટલાક ગામડા અને શહેરોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે.
- ગોંડલ તાલુકામાં 7 દિવસનું આંશિક લોકડાઉન, સાંજે 7 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ
- જૂનાગઢના કેશોદમાં આજે અને આવતીકાલે સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉનનું એલાન
- રાજકોટના ધોરાજીમાં આજે અને આવતીકાલે સ્વૈચ્છીક લોકડાઉન
- રાજકોટના સોની બજારમાં આજે અને આવતીકાલે સ્વૈચ્છીક લોકડાઉન
- રાજકોટનું ખીરસરા ગામ સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ
- ગીર સોમનાથના વેરાવળનું અજોઠા ગામ બપોરે 12 વાગ્યાથી બંધ
- દ્વારાકના ભાટિયા ગામમાં દરરોજ બપોરે 2 વાગ્યા બાદ બજારો બંધ, કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય
- જામનગરના લાલપુરમાં રવિવાર અને સોમવારે દુકાનો બંધ રહેશે
- અમરેલીના લાઠીના અકાળા ગામમાં સાંજના 7 વાગ્યા બાદ સ્વૈચ્છીક લોકડાઉન
- સુરતના ઓલપાડમાં આવતીકાલે સ્વૈચ્છીક લોકડાઉન
- સુરતના માંડવી, બારડોલી, તરસાડી અને કોસંબામાં આજે અને આવતીકાલે સ્વૈચ્છિક લોકડાઉન
- ગાંધીનગરના અડાલજ ગામમાં અઠવાડિયા સુધી 1 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખવાનો ફેંસલો
- અરવલ્લીના ભિલોડામાં આજે અને આવતીકાલે સ્વૈચ્છીક લોકડાઉન
- દાહોદના કતવારા ગામમાં આજે અને આવતીકાલે સ્વૈચ્છીક