શોધખોળ કરો
Advertisement
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતનું આ માર્કેટ 14 દિવસ સુધી રહેશે બંધ, જાણો વિગત
જમાલપુર એપીએમસી પછી હિંમતનગર એપીએમસી માર્કેટ 14 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
હિંમતનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે જમાલપુર એપીએમસી પછી હિંમતનગર એપીએમસી માર્કેટ 14 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. હિંમતનગર શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટ યાર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આગામી 18 જુલાઈથી 31 જુલાઈ સુધી ખેત પેદોશોનું ખરીદ-વેચાણનું કામકાજ બંધ રહેશે.
અમદાવાદમાં સતત વધી રહેલા કેસોને પગલે અમદાવાદના સૌથી મોટા જમાલપુર apmc માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે આ શાકમાર્કેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જમાલપુર apmc માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે.
15 જુલાઈ સુધી apmcમાં વેપરીઓ હડતાળ પર ઉતર્યા હતા. હજી પણ apmc માર્કેટમાં વેપારીઓને વેપાર કરવાની પરવાનગી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુરમાં ખસેડાયું છે. પોલીસ કમિશ્નરે પરવાનગી ન આપતા માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement