Mehsana: મહેસાણામાં યુવકને આવ્યું સપનુ, ખેતરમાં ખાડો ખોદ્યો ને મળી આવી ગોગા મહારાજની મૂર્તિ
મહેસાણા: ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુકેશ બાબુજી ઠાકોર નામના વ્યક્તિના ખેતરમાંથી સોના જેવી લાગતી ગોગા મહારાજની મૂર્તિ મળી આવતા કુતુહલ સર્જાયું છે.
મહેસાણા: ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુકેશ બાબુજી ઠાકોર નામના વ્યક્તિના ખેતરમાંથી સોના જેવી લાગતી ગોગા મહારાજની મૂર્તિ મળી આવતા કુતુહલ સર્જાયું છે. જમીનમાં દટાયેલી ગોગા મહારાજની સોના જેવી મૂર્તિ મળી આવી છે. તો બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે, મુકેશ ઠાકોરને ખેતરમાં મૂર્તિ દટાયેલી હોવાનું લાંબા સમયથી સ્વપ્નમાં આવતું હતું. સ્વપ્નના આધારે જમીનમાં ખાડો ખોદતાં ગોગા મહારાજની સોના જેવી ધાતુની મૂર્તિ મળી આવી હતી.
વિધાનસભામાં હાર બાદ ગુજરાત કોંગ્રેસ શરૂ કરશે ‘હાથ સે હાથ જોડો યાત્રા’
વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ સામે આવી રહેલ લોકસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીઓ હવે સામે આવી રહી છે ત્યારે હવે કોગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર માટે શરુ કરેલ ભારત જોડો યાત્રાના સમર્થનમાં કોગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા શરુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી યોજવામાં આવી હતી. પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા આજે વિસ્તૃત કારોબારી મળવા પામી હતી જેમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહીત ધારાસભ્યો, આગેવાનો, તાલુકા પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ભારત જોડો યાત્રાના સમર્થનમાં હાથ સે હાથ જોડો યાત્રા આગામી સમયમાં ગુજરાતમાં શરૂઆત થવાની છે. જેમાં લોકોના પ્રશ્રનો સાંભળવા યાત્રા નીકળશે તેની તૈયારીના ભાગ રૂપે આ બેઠક મળી હતી.
આ યાત્રા અંતર્ગત લોક સંપર્ક, લોકોને મળવાનો કાર્યક્રમ આ તમામ ગતિવિધિ લોકસભાની તૈયારી રૂપ થઇ રહ્યું છે. સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણી આવી રહી છે તેની પણ તૈયારીઓ ચાલી રહી છે આમ લોકસભા સહીત જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાની ચૂંટણી માટે કોગ્રેસ સજ્જ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપને 156 સીટ આવી પણ તેમાં લોકોમાં કે ભાજપમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી હીમ જેવી ઠડી પડી હોય તેવું ભાજપમાં લાગી રહ્યું છે તો અમારી સામે જે સવાલો આવી રહ્યા છે તેનું પણ મનોમંથન અમે કરી રહ્યા છીએ. ચૂંટણી હારવા પાછળ કોઈ એક કારણ નથી હજારો કારણ છે. જેના માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. સાથે ચુંટણી દરમ્યાન જે ફરિયાદો આવી છે તેની પણ નોંધ કરી છે પણ બીજેપી દ્વારા લોકશાહીની આખી સિસ્ટમ રૂપિયા પર કરી નાખી છે. અસામાજિક તત્વોને પેરોલ પર લાવી ચૂંટણી કેમ જીતી શકાય સહીત, ધમકાવી મતો કેવી રીતે તેમની તરફ કરી શકાય તે પ્રકારની રાજનીતિ કરી રહી છે.
6 IAS અધિકારીઓની બદલી
ગુજરાતમાં 6 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 6 અંડર સેક્રેટરીને આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક અપાઈ છે. કુમારી કંચનની વિરમગામના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. નાતિશા માથુરની અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. યુવરાજ સિદ્ધાર્થની પાલીતાણાના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જયંત કિશોર માંકલેની હિંમતનગરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. કુમારી દેવાહુતીની ગોંડલના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે યોગેશ શિવકુમાર કપાશેની ડભોઇના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે.