Mehsana: લગ્ન અને પરીક્ષા એક જ તારીખે, મહેસાણાની દીકરીએ સાત ફેરા બાદ આપી ટેટ-2ની પરીક્ષા
મહેસાણા: ખેરાલુમાં નયના નામની યુવતીના આજે લગ્ન હતા. બીએસસી બીએડ કરનાર નયના નામની યુવતીના જોગાનુજોગ લગ્ન અને ટેટ 2ની પરીક્ષા એક જ દિવસે આવી.
મહેસાણા: ખેરાલુમાં નયના નામની યુવતીના આજે લગ્ન હતા. બીએસસી બીએડ કરનાર નયના નામની યુવતીના જોગાનુજોગ લગ્ન અને ટેટ 2ની પરીક્ષા એક જ દિવસે આવી. આ દીકરીએ લગ્ન કર્યા બાદ પરીક્ષા આપવા જતા વિદાય રોકી રાખવામાં આવી હતી. સવારે લગ્ન કર્યા અને ત્યારબાદ પરીક્ષા આપવા ખેરાલુથી 110 કિમી અમદાવાદ આવી હતી. પરીક્ષા આપીને ખેરાલુ પરત આવતા દીકરીને વિદાય અપાઈ હતી. જે દરમિયાન વરરાજા અને જાન કન્યાની રાહ જોઇને બેસી રહ્યા હતા.
યુવરાજસિંહની ધરપકડને લઈ આમ આદમી પાર્ટી આવી મેદાને
યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. તમને જણાવી દઈએ કે, યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.
સોમવારે રાજ્યભરમાં AAP દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં ખાસ તપાસ ટીમની માંગ કરવામાં આવશે. તો બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ડમી પ્રકરણમાં તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ બાદ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયું છે. હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસ જોવા મળી રહી છે..
ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં
તોડકાંડ અને ડમીકાંડ મામલે મીડિયા સમક્ષ વાત કરતા આજે AAPના નેતા ઇસુદાન ગઢવીએ યુવરાજ સિંહનું સમર્થન કરતા સરકાર પર આકરા પ્રહાર પણ કર્યાં હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, પુરાવા એકઠા કરવાનું કામ યુવરાજ સિંહનું નથી. અહીં સવાલ એ થાય છે કે જે ડમીકાંડ બહાર લાવે છે તેમને જ કેમ ફસાવવામાં આવે છે. યુવરાજ સિંહે ડમીકાંડ બહાર પાડ્યું છે. તો તેના પર ઉડી તપાસ થવી જોઇએ નહિ કે નામ કાંડ ઉજાગર કરનારને જ ફસાવવામાં આવે.
ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી
વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલામાં યુવરાજ સિંહને જેલમાં નાખી દેવાયા પરંતુ ડમીકાંડના આરોપીને પોલીસ નથી પકડી શકી. યુવરાજ સિંહ આજે પણ યુવોનો આઇકોન છે. બીજી એ પણ છે કે, યુવરાજ સિંહ જેલમાં હોવાથી હવે કોઇ પેપરકાંડ બહાર નહી પાડી શકે. યુવરાજ સિંહને જેલમાં ધકેલવાની સક્ષમતા ધરાવતી પોલીસ ડમીકાંડ કેમ ન પકડી શકી?