(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election: વિસનગર બેઠક પર ભાજપમાં ભડકો, ઋષિકેશ પટેલ સામે ભાજપના જ દિગ્ગજ નેતાએ અપક્ષ ઉમેદવારી કરવાની કરી જાહેરાત
Gujarat Assembly Election 2022: એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે તો બીજી તરફ ઉમેદવારોના નામ જાહેર થતા જ વિવિધ પાર્ટીના નેતાઓ પક્ષ પલટો કરવા લાગ્યા છે.
Gujarat Assembly Election 2022: એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે તો બીજી તરફ ઉમેદવારોના નામ જાહેર થતા જ વિવિધ પાર્ટીના નેતાઓ પક્ષ પલટો કરવા લાગ્યા છે. વિસનગર વિધાનસભાની સીટ પરથી પૂર્વ ભાજપ જિલ્લા પ્રમૂખ અને ૮૪ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા વિસનગરનું રાજકારણ ગરમાયું છે.
મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. વિસનગર વિધાનસભા ઉપરથી ભાજપે ઋષિકેશ પટેલને રીપીટ કરતા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અને ખુદ ભાજપના જ નેતા અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. વિસનગર વિધાનસભા ઉપરથી ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ ટિકિટ માંગી હતી પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમને ભાજપના જ ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો ફેંસલો કર્યો છે.
તો બીજી તરફ જશુભાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની સાથે જ હાલના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ કર્યા હતા. વિસનગર વિધાનસભાની સીટ ઉપરથી ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરવાની સાથે જ તેમની સામે મોટા ગજાના નેતાઓએ ઉમેદવારી કરવાનો ફેંસલો લીધો છે. જેમાં પૂર્વ ગૃહ મંત્રી ચૌધરી અને 84 સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ જેવા નેતાઓ ઋષિકેશ પટેલના સામે ઉમેદવારી નોંધાવી છે. તેવામાં વિસનગર સીટ એ રાજકીય અખાડો બને તો નવાઈ નહીં.
હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત
ગુજરાત ભાજપના નેતા હાર્દિક પટલેને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છુટ રહેશે. સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી. હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય ! ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.
ભાજપે વિરમગામ બેઠક પર હાર્દિક પટેલને ટિકિટ આપી છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.