શોધખોળ કરો

મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત

મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસ પલટી ખાઇ હતી

મહેસાણાઃ  મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસ પલટી ખાઇ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ લક્ઝરી બસ પલટતા બે મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી ત્યારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોડ પર અક્સ્માત થતાં સ્થાનિક લોકો ઘાયલોની મદદે આવ્યાં હતા. ચાર ક્રેઇનની મદદથી લક્ઝરી બસને ઉચકી ઘાયલોને બહાર નીકળવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક પણ દૂર કરવામાં આવ્યો હતો.

Gir somnath: તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજી, પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોક્સની આવક થઈ

ગીર સોમનાથ:  કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા વચ્ચે પણ આ વર્ષે કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.  આજે પ્રથમ દિવસે મેંગો માર્કેટમાં 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ બમણાં છે. 

કેરીનું પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું હતું.  આ રકમ પરંપરાગત ગૌશાળામાં આપવામાં આવી હતી.  ત્યારબાદ કેરીના બોક્સ દીઠ ખેડૂતને વધુમાં વધુ 1200 તો ઓછામાં ઓછા 400 રૂપિયા મળ્યા હતાં.  આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલે તેવી શક્યતા છે.  આજે હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો.  ખેડૂતોનો દાવો છે કે કેરીના બોક્સના 400થી 600 રૂપિયા ખેડૂતોને મળે છે જે પરવડે તેમ નથી.  

Gujarat: દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ  વધશે.    હવામાન વિભાગના અનુસાર, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં  માવઠું પડશે. હવામાન વિભાગના  સુરત, વલસાડ, નવસારી, તાપી,  ભરૂચ,  છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. 

હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે જોરદાર પવન અને વરસાદને કારણે જર્જરિત માળખાને નુકસાન થઈ શકે છે. આથી તેનાથી દૂર રહેવું. ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું  બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી.  સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો.  ઝાડ નીચે ઉભા ન રહેવું.  વીજ ઉપકરણોથી દૂર રહેવું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Embed widget