શોધખોળ કરો
Advertisement
હિંમતનગરઃ યુવકે માથામાં ઇંટ મારીને પત્નીની કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
કિફાયતનગર વિસ્તારની પ્રાથમિક શાળા સામે ચાલતી બંગલોઝની સાઈડ પર મોબાઈલ લેવા બાબતે પતિએ પત્નીને માથાના ભાગે ઇટ મારતા પત્નીનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખૂદ પતિ એજ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હિંમતનગરના કિફાયતનગર વિસ્તારમાં પતિએ નજીવી તકરારમાં પત્નીની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, કિફાયતનગર વિસ્તારની પ્રાથમિક શાળા સામે ચાલતી બંગલોઝની સાઈડ પર મોબાઈલ લેવા બાબતે પતિએ પત્નીને માથાના ભાગે ઇટ મારતા પત્નીનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યા કરનાર પતિને પોલીસે પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
Advertisement