શોધખોળ કરો

Mehsana : વડનગરની યુવતીનું અપહરણ કરી, અલગ અલગ જગ્યાએ પરાણે માણ્યું શરીરસુખ ને...

એક યુવકે તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અપહરણકારોની ચૂંગાલમાંથી છૂટેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મહેસાણાઃ  વડનગર તાલુકાની યુવતીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ બંધક બનાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ચાર આરોપીઓએ યુવતીનું ઇકો કારમાં અપહરણ કર્યું તું. તેમજ એક યુવકે તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અપહરણકારોની ચૂંગાલમાંથી છૂટેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, વડનગર તાલુકાની પરણીત યુવતીનું ચાર શખ્સો દ્વારા ઇકો કારમાં અપહરણ કરાયં હતું. યુવતીને પરાણે કારમાં બેસાડી તેને વિજાપુરના ગુંદરાસણમાં લઈ ગયા હતા. અહીં તેની સાથે આરોપીએ બે દિવસ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી ફરીથી યુવતીને ઈકો ગાડીમાં આરોપીઓ સતલાસણાના ખોડામલી ગામે લઈ ગયા હતા. 

અહીં આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેનો લાભ લઈ યુવતી ત્યાંથી ફરાર થવામાં સફળ રહી હતી. પહેલા તો યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, તેના પ્રથમ લગ્ન તૂટી જતાં અને માતા-પિતા હિંમત આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. યુવતીની ફરિયાદ લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય એક ઘટનામાં, અમદાવાદમાં માતા તેની બે જુવાનજોધ દીકરી સામે તેના દિયર સાથે શારીરિક સંબંધો બાંધતી હોવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ બંને રંગરેલિયા મનાવતી હતી. માતાની હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના ત્યાં પહોંચી હતી. તેમજ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માગતાં હેલ્પલાઇનની ટીમ તેમની પાસે પહોંચી હતી. બીજી તરફ પિતાને આ અંગે જાણ થતાં તેમને આઘાત લાગ્યો હતો. માતા દિયર સાથે રહેવા માગતી હોય અને દીકરીઓ સાથે રહેવા ન માંગતી હોવાથી પિતા દીકરીઓને લઈ વતનમાં જતા રહેતાં સમાધાન થયું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે 16 અને 21 વર્ષની બે બહેનો પોતાનું ઘર છોડી અમારા ત્યાં આવી છે. ફોન આવતાં મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક નારોલ પહોંચી હતી. માતાની હરકતોથી કંટાળીને આવેલી બંને બહેનો ખૂબજ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને પૂછપરછ કરી હતી. બહેનોએ જણાવ્યું હતું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં માતા-પિતા, કાકા અને ભાઈ રહે છે. તેમના કાકા અપરિણીત છે.

તેમણે મહિલા હેલ્પલાઇનને જણાવ્યું હતું કે, તેઓ નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર છે. બંને ઉંમરલાયક હોવા છતા તેમની સામે જ શરીરસુખ માણતાં હતાં. તેમને આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી ધમકી આપી હતી. બંને બહેનો માતા અને કાકાની આ હરકોથી કંટાળી ગયા હતા. તેમજ બંને ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી. 

મહિલા હેલ્પલાઇને બંને બહેનોને સાંત્વના આપી હતી. તેમજ માતા-પિતાનો સંપર્ક કરી બોલાવ્યાં હતાં. પિતાને જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેમની માતાનું પણ કાઉન્સેલિંગ કરાયું હતું. તેઓ પોતાના દિયર સાથે જ રહેવા માગતાં હતાં, જ્યારે બંને બહેનો તેમની સાથે રહેવા તૈયાર નહોતી. અંતે પિતા તેમને લઈ વતનમાં ઉત્તરપ્રદેશ જવા તૈયાર હતા. પિતાની બાંયધરી લઈ બંને બહેનોને પિતા સાથે વતનમાં મોકલી આ વાતનો અંત લાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget