(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ફરી પાટીદાર આંદોલન શરૂ કરવાનો નિર્ણય, ક્યા બે ટોચના પાટીદાર નેતાની બેઠકમાં લેવાયો નિર્ણય ? શું છે કારણ ?
આ માગણીઓમાં શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ તથા પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ મુખ્ય છે.
મહેસાણાઃ ગુજરાતમાં પાટીદારો ફરી આંદોલન કરવા માટે મેદાનમાં આવશે. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની બેઠકમાં નિર્ણય કરાયો છે કે, આગામી સમયમાં ફરીથી પાટીદાક આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.
મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના લાલજી પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયા વચ્ચે પોતપોતાના સમર્થકો સાથે બેઠક થઈ હતી. પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા યોજાયેલી બેઠકમાં એ વાત પર ભાર મૂકાયો હતો કે, પાટીદાર સમાજ દ્વારા આનંદીબેન પટેલની સરકાર વખતે કરાયેલા આંદોલનમાં રજૂ કરાયેલી માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગ બાકી છે અને સરકારે તેનો અમલ કર્યો નથી. આ માગણીઓનો તાકીદે અમલ કરાવવા માટે સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) સંયુક્ત રીતે આંદોલન કરશે.
આ માગણીઓમાં શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ તથા પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ મુખ્ય છે. આ બેઠક પછી લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર આંદોલનકારીઓને અમે રાજકીય હાથો નહી બનવા દઈએ. પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયાએ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરી બેઠકોની શરૂઆત કરી છે. ગત આંદોલનમાં રજૂ કરાયેલ માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગણીઓ બાકી છે. શહીદ પાટીદારોના પરિવારને નોકરીની માંગ પણ કરવામાં આવી હતી. તે સિવાય પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ પણ કરાઇ હતી. લાલજી પટેલે કહ્યું કે, આંદોલનકારીને રાજકીય હાથો નહી બનવા દઈએ. અલ્પેશ કથેરિયાએ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરી બેઠકોની શરૂઆત કરી હતી.
ભાવનગરનો છોકરો JEE મેઈન્સમાં 100માંથી 100 માર્ક્સ મેળવીને આખા દેશમાં આવ્યો પહેલો
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યોજાયેલી જેઈઈ મેઈનની પરીક્ષામાં ભાવનગરના યુવકે ફિઝિક્સમાં ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આઈઆઈટીમાં એડમિશન માટે લેવાતી એન્જિનિરિંગની આ એન્ટ્રન્સ એક્ઝામનું ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાંમાં 100માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવી મેળવ્યો છે.