શોધખોળ કરો
Advertisement
Mehsana : ભાજપે ઉમેવારો જાહેર કરતાની સાથે જ યુવાનોમાં નારાજગી, કયા યુવા નેતાઓ નોંધાવશે અપક્ષ ઉમેદવારી?
મહેસાણા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદેદારોએ ટિકીટની માંગણી સાથે હોબાળો કર્યો હતો. જિલ્લા ભાજપ કાર્યલય ખાતે હોબાળો થતા પૂર્વ ભાજપ શહેર પ્રમૂખ કૌશિકભાઈ વ્યાસ ભાવુક થયા હતા.
મહેસાણાઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ મહેસાણા સહિત 33 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરાઈ રહ્યા છે. તેમજ અનેક જગ્યાએ નેતાઓમાં નારાજગી પણ સામે આવી રહી છે. મહેસાણા નગર પાલિકાની ભાજપની ટીકીટ વેચણીને લઇ ભાજપમાં નારાજગી સામે આવી છે.
મહેસાણા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદેદારોએ ટિકીટની માંગણી સાથે હોબાળો કર્યો હતો. જિલ્લા ભાજપ કાર્યલય ખાતે હોબાળો થતા પૂર્વ ભાજપ શહેર પ્રમૂખ કૌશિકભાઈ વ્યાસ ભાવુક થયા હતા. ભાજપ કાર્યલયમાં જ કૌશિક વ્યાસ રડી પડ્યા હતા.
ભાજપ દ્વારા ટીકીટ જાહેર થયા બાદ યુવા મોરચાના કાર્યકર અપક્ષ ઉમેદવારી નોંધાવશે. મહેસાણા શહેર યુવા મોરચાના ભાજપ ઉપ પ્રમુખ અનિલ પટેલ મુખી અપક્ષ ઉમેદવારી કરશે. આ સિવાય રાકેશ શાહ પેપ્સી પણ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. યુવા મોરચામાં ભારે વિરોધ છે. આયાતીઓને ટીકીટ આપવામાં આવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement