![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehsana: પાટીદાર સમાજની બહેનો કરશે કુરિવાજોનો બહિષ્કાર, 28મીએ પાટણમાં લેશે સંકલ્પ
કુરિવાજો બંધ કરવા મામલે આગામી 28મી મેએ લેઉવા પાટીદાર સમાજની બહેનો આ તમામ પ્રથાઓનો બહિષ્કાર કરશે.
![Mehsana: પાટીદાર સમાજની બહેનો કરશે કુરિવાજોનો બહિષ્કાર, 28મીએ પાટણમાં લેશે સંકલ્પ Mehsana: leuva patidar woman has boycott wrong tradition and rituals in next 28 may in patan Mehsana: પાટીદાર સમાજની બહેનો કરશે કુરિવાજોનો બહિષ્કાર, 28મીએ પાટણમાં લેશે સંકલ્પ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/22/4c1dd39e0a63928cfdbc915886591599168473094017377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mehsana: અન્ય સમાજોની સાથે સાથે હવે પાટીદાર સમાજે પણ કુરિવાજો સામે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની બહેનો કુરિવાજોનો બહિષ્કાર કરશે, આગામી 28મીએ પાટણમાં આ પ્રથાઓને બંધ કરવાનો સંકલ્પ પણ લેશે.
કુરિવાજો બંધ કરવા મામલે આગામી 28મી મેએ લેઉવા પાટીદાર સમાજની બહેનો આ તમામ પ્રથાઓનો બહિષ્કાર કરશે. જેમાં પ્રિવેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન. બેબી શૉવર. રિંગ સેરેમેની જેવા ખોટા ખર્ચા બંધ કરવામાં આવશે. શુભ-અશુભ પ્રસંગોમાં કવરની પ્રથા પણ બંધ કરાશે. ઉતર ગુજરાતની ત્રણ હજાર બહેનો ૨૮મીએ પાટણ ખાતે આ અંગે સંકલ્પ લેશે.
૧૯૫૮માં ઘડાયેલ બેતાલીસ લેઉવા પાટીદારના બંધારણ બાદ સૌ-પ્રથમવાર બહેનો આ બંધારણનો ત્યાર કરશે. પૂર્વજોએ જે પરંપરાગત રિવાજો શરૂ કર્યા છે તેમા કોઈ સુધારો નહીં કરાય, જોકે, નવા કુરિવાજો પ્રથા બંધ કરવામાં આવશે. ખોટા કુરિવાજો બંધ કરવા લેઉવા પાટીદાર સમાજના ગામોમાં મહિલાઓ મિટિંગ બોલાવીને આ અંગે નિર્ણય લીધો હતો. આવનાર સમયમાં આ ખોટા કુરિવાજો બંધ કરવા પાટીદાર સમાજની મહિલાઓ મક્કમ બની છે.
મહેસાણા જિલ્લામાં વધુ એક તાલુકો ઉમેરાશે, જાણો ક્યા ગામને તાલુક બનાવવા દરખાસ્ત થઈ
Mehsana: મહેસાણાને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હવે વધુ એક તાલુકો ઉમેરાવા જઈ રહ્યો છે. વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે. આ તાલુકામાં વિજાપુરનાં 21, માણસાનાં 9 અને મહેસાણાનાં 3 ગામોનો સમાવેશ કરાશે. જિલ્લા તંત્રએ રાજ્યના સેટલમેન્ટ કમિશ્નરને આગળની કાર્યવાહી માટે દરખાસ્ત મોકલી છે. સેટલમેન્ટ કમિશ્નરની કામગીરી પૂર્ણ થયા બાદ કુકરવાડા નવો તાલુકો બની શકે છે. સંસદ સભ્ય, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની ભલામણ, 33 ગામોના તમામ સરપંચના અભિપ્રાય સાથેની દરખાસ્ત મોકલાઈ છે. વિજાપુરથી કુકરવાડા વચ્ચેનું અંતર 17 કિમી, માણસાથી 16 તેમજ મહેસાણાનું 35 કિમી અંતર દર્શાવતી વિગતોનો સમાવેશ થયો છે.
Mehsana: જીલ્લા ભાજપનું માળખું થયું જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન
Mehsana News: મહેસાણા ભાજપ જીલ્લાનું માળખું જાહેર થયું છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, જીલ્લા પ્રભારી કૌશલ્યાકુંવરબા પરમાર, કનુભાઈ પટેલ સાથે સંકલન કરી જીલ્લા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે.
- નિલેષભાઈ પટેલ, ઉંઝા શહેર
- ભીખાભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા
- સંજયભાઈ જી પટેલ, મહેસાણા તાલુકા
- મુકેશભાઈ જી મહેતા, સતલાસણા તાલુકા
- ભરતભાઈ પટેલ (મેડીકલ), વિજાપુર તાલુકા
- જશીબેન જે મકવાણા, મહેસાણા તાલુકા
- ચંદ્રિકાબેન જી પટેલ, જોટાણા તાલુકા
- ભરતભાઈ બી પટેલ, કડી તાલુકા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)