Mehsana : છત્રી વીજતારને અડી જતા હાથીની અંબાડી પરથી મહંત રાજા ભુવા-કનીરામ બાપુ નીચે પડ્યા
હાથીની અંબાડી પરથી કનીરામ બાબુ અને મહંત રાજા ભુવા નીચે પડવાની ઘટના બની હતી. મંદિરના મહંત હાથી પરથી નીચે પડ્યા હતા. હાથીની અંબાડી પર લગાવેલ છત્રી વીજ વાયરને અડકતા અંબાડી નીચે પડી ગઈ હતી.
મહેસાણાઃ કડીના કાસવા વિડજ પાસે હાથીની અંબાડી પરથી કનીરામ બાબુ અને મહંત રાજા ભુવા નીચે પડવાની ઘટના બની હતી. મંદિરના મહંત હાથી પરથી નીચે પડ્યા હતા. હાથીની અંબાડી પર લગાવેલ છત્રી વીજ વાયરને અડકતા અંબાડી નીચે પડી ગઈ હતી. મહંત રાજા ભુવા અને કનીરામ બાપુને સામાન્ય ઇજા થઈ હતી.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. આ ઘટના સોમવારની હોવાનું જણાવા મળ્યું છે.
Rajkot : થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ, જમીન વિવાદમાં અપહરણની ચર્ચા
રાજકોટઃ થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ મચી ગઈ છે. રાજધરાનાના 90 વર્ષના રસિકકુંવરબાનું અપહરણ થતાં દોડધામ થઈ ગઈ છે. રાજકોટના ગઢકા 42 એકર જમીન વિવાદમાં અપહરણની ચર્ચા છે. કાંકરેજ થરા પોલીસ મથકમાં પુત્રે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગઢકાના ગાયત્રીદેવી જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રાવીરાજસિંહ પરમાર, હરિરાજસિંહ સોઢા, લોધિકા તાલુકા પારડી ગામના રાજભા જાડેજા સામે નોંધાઈ ફરિયાદ..
થરા પોલીસે રાજકોટ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે ઇનોવા કાર કબ્જે કરી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે. પિયરપક્ષના 4 વ્યક્તિઓએ અપહરણ કરી અજ્ઞાત સ્થળે છુપાવી દેતા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સાત દિવસ થયા બાદ પણ રાજમાતાની ભાળ ના મળતા નોંધાઈ પોલીસ ફરિયાદ. સમગ્ર મામલે થરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Bhavnagar : ઇટીયા ગામે જમીનાના શેઢા બાબતે ખેલાયો ખુની ખેલ, કુવાડીના ઘા ઝીકી એકની હત્યા
ભાવનગર : જેસર તાલુકાના ઈટીયા ગામે જમીનના શેઢા બાબતે ખુની ખેલ ખેલાયો હતો. કુવાડીના ધા ઝીકી મુળુભાઈ કામળિયાની હત્યા કરવામાં આવી સાથે જ તેમના દીકરાને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વાસુરભાઈ કામળિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બનાવની પ્રાથમિક વિગતો મુજબ માલ ઢોરને લઈ વાડીમાં ચરવા માટે પહોંચતા ઉગ્ર ઝઘડો થયો હતો.
કરપીણ હત્યા નીપજાવનાર કુલ આઠ લોકો વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Surat : કોઈ પણ કાપડ વેપારી સાથે ધંધો કરવા જેવો છે કે નહીં, આંગળીના ટેરવે મળી જશે માહિતી
સુરત : ઉઠમણા જળમૂળથી ઉખેડવા પોલીસનો એક્શન પ્લાન સામે આવ્યો છે. સલાબતપુરા પોલીસે ક્રાઇમ રેટ ઘટાડવા સ્પેશિયલ એપ બનાવી છે. ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપ બનાવાઈ, જેમાં કાપડ વેપારીનો GST નંબર એડ કરતા જ તેની હિસ્ટ્રી આવશે. કાપડ વેપારી પર કેટલી ફરિયાદ થઈ છે તેની જાણકારી મળશે.
એટલે કે, છાસવારે ઉઠમણા કરી જતાં વેપારીઓથી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને રાહત મળશે. તમે ખાલી જીએસટી નંબર નાંખશો તરત જ તમને એપ પર વેપારી સામે થયેલી ફરિયાદોની વિગતો મળી જશે. આમ, તમે જે વેપારી સાથે ધંધો કરો છો, તેની સાથે ધંધો કરવા જેવો છે કે નહીં તે તમને આંગળીના ટેરવે માહિતી મળી જશે. જેનાથી વેપારીઓના રૂપિયા ડૂબતા બચી જશે.