શોધખોળ કરો

Swine Flu: મહેસાણામાં સ્વાઈન ફ્લૂનાં કારણે એક વ્યક્તિનું મોત, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

મહેસાણા લિંક રોડ પર રહેતા 49 વર્ષના આધેડ છેલ્લાં ઘણા દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

Mehsana News: હાલમાં ફરી એક વખત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય રોગચાળો પણ ખૂબ વધ્યો છે. મહેસાણામાં સ્વાઈન ફ્લૂનાં કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 49 વર્ષના આધેડનું સ્વાઈન ફ્લૂનાં કારણે મોત થયું છે. મહેસાણા લિંક રોડ પર રહેતા 49 વર્ષના આધેડ છેલ્લાં ઘણા દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. મહેસાણા એક વ્યક્તિનું સ્વાઈન ફ્લૂનું કારણે મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો

ઉચ્ચ તાવ

સ્નાયુમાં દુખાવો

ગળામાં દુખાવો

ઉધરસ

છીંક

થાક

વહેતુ નાક

ઉલટીની લાગણી

શ્વાસની સમસ્યા

આ લોકોને સૌથી વધુ જોખમ

બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. આ સિવાય હૃદય અથવા ફેફસાના રોગ (અસ્થમા, COPD, એમ્ફિસીમા), ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અન્ય રોગોથી પીડિત લોકોમાં ચેપનું જોખમ વધારે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના 'H1N1' પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને 'રોગચાળો' જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, 2009 પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે.

આ સાથે WHO એ પણ માહિતી આપી હતી કે સ્વાઈન ફ્લૂનો મોસમી વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જૂન 2009માં WHOએ તેને મહામારી જાહેર કરી ત્યાં સુધીમાં તે કુલ 74 દેશોમાં ફેલાઈ ચૂકી હતી.

તેના ફેલાવા પછી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDC) અને નેધરલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સર્વિસ રિસર્ચ (NIVEL) સાથે મળીને એક ડેટા તૈયાર કર્યો, જેમાં આ વાયરસથી પીડિત લોકો વિશે માહિતી આપવામાં આવી હતી.

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, સ્વાઈન ફ્લૂ એ ઈન્ફલ્યુએન્ઝાથી થતો રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. ઉપરાંત, તેના લક્ષણો કોઈપણ સામાન્ય મોસમી રોગ જેવા છે, જેમાં તાવ, ઉધરસ, છીંક આવવી, શરીરના તાપમાનમાં વધારો અથવા ઘટાડો, માથાનો દુખાવો, થાક અને નબળાઈનો સમાવેશ થાય છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ,  ગુજરાતના 118 PSIની થઈ બદલી
Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
Embed widget