Mehsana Rain: મહેસાણામાં 1997 બાદ એક જ દિવસમાં ખાબક્યો આટલો વરસાદ
મહેસાણામાં ભારે વરસાદના કારણે ટ્રાફિકને ભારે અસર થઈ હતી. ખુદ ધારાસભ્ય ટ્રાફિકને દૂર કરવા મેદાને આવ્યા હતા.

Mehsana News: ગુજરાતમાં મેઘરાજાએ (Gujarat monsoon) જમાવટ કરી છે. મહેસાણામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ (6 inch rain fall) ખાબક્યો હતો. 1997 બાદ એક જ દિવસમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની (water logging) સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસાદને કારણે ટ્રાફિકને (traffic) ભારે અસર થઈ હતી. મહેસાણા ધારાસભ્ય (Mehsana MLA) ખુદ ટ્રાફિકને દૂર કરવા મેદાનમાં આવ્યા હતા. મોઢેરા ચાર રસ્તા પાસે ધારાસભ્યએ ઉભા રહી વાહનોને રસ્તો કરી આપ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 5 ઈચથી વધુ ખાબક્યો છે. જ્યારે મહીસાગરના લુણાવાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં 4 ઈંચ, વસોમાં 3 ઈંચ, દાહોદમાં 3 ઈંચ અને સંતરામપુર 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે.
7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુઘી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો માટે વોર્નિગ આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના 6 મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2023માં 28મી જુલાઇ સુધી 23.77 ઈંચ સાથે સરેરાશ 74.54 ટકા જ્યારે વર્ષ 2022માં 26.73 ઈંચ સાથે 85.33 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
