શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોના, કેટલા દિવસ રહેશે બંધ? જાણો વિગત
ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોના આવતા ૮૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
મોડાસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને કારણે હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોના આવતા ૮૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોનાનો કેસ આવતાં સાર્વજનિક હોસ્પિટલને સેનેટાઇઝ કરવામાં આવી હતી. હવે લેબોરેટરી સિવાય તમામ વિભાગો બંધ રહેશે. સિવિલ હોસ્પિટલના અભાવે હવે સાર્વજનિક હોસ્પિટલનો આશરો પણ છીનવાયો છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલના કર્મીઓને ક્વોરન્ટાઇન કરાયા છે. એટલું જ નહીં, તેમની સોસાયટીને કન્ટેન્ટમેન્ટમાં સામેલ કરવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના ૨૯૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion