શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં એકસામટા કોરોનાના 11 કેસ આવતાં હાહાકાર, જાણો વિગત
પાટણમાં સામે આવેલા 11 કેસોમાં 8 મહિલા અને 3 પુરુષને કોરોના થયો છે. ધારપુર હોસ્પિટલની મહિલા ડોકટર અને બે હેલ્થ વર્કરને કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પાટણ જિલ્લામાં એક સાથે 11 કોરોનાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ એક વ્યક્તિનું મોત પણ થયું છે. આ 11 કેસોમાં મહિલા ડોક્ટર અને બે હેલ્થ વર્કરનો પણ સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં આ સાથે કોરોનાનો આંક 66એ પહોંચ્યો છે. જ્યારે 25 લોકો સ્વસ્થ થયા છે.
મળતી વિગતો પ્રમાણે પાટણમાં સામે આવેલા 11 કેસોમાં 8 મહિલા અને 3 પુરુષને કોરોના થયો છે. ધારપુર હોસ્પિટલની મહિલા ડોકટર અને બે હેલ્થ વર્કરને કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પાટણ જિલ્લામાં આવેલા કેસોનું વિશ્લેષણ કરીએ તો પાટણ શહેરમાં 3, સમી તાલુકામાં 2 , શંખેશ્વર તાલુકામાં 2 અને સરસ્વતી તાલુકામાંથી 1 કેસ સામે આવ્યો છે.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 66 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી કુલ 4 લોકોના મોત થયા છે. તેમજ 25 લોકો સારવાર લઈને ઘરે જતા રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ઓટો
Advertisement
