શોધખોળ કરો
Advertisement
ગુજરાતની વધુ એક પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી, જાણો કઈ પાલિકા કોંગ્રેસે કરી કબ્જે?
બનાસકાંઠાની થરાદ પાલિકામાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. પ્રમુખ તરીકે કોંગ્રેસના જાનકીબેન દિલીપભાઈ ઓઝા ચૂંટાયા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ વાઘજીભાઈ રાજપુત ચૂંટાયા છે.
બનાસકાંઠાઃ ગુજરાતમાં અનેક નગરપાલિકાઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે ગઈ કાલે બે પાલિકા ભાજપ પાસેથી કબ્જે કર્યા પછી આજે વધુ એક પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી છે. બનાસકાંઠાની થરાદ પાલિકામાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.
પ્રમુખ તરીકે કોંગ્રેસના જાનકીબેન દિલીપભાઈ ઓઝા ચૂંટાયા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ વાઘજીભાઈ રાજપુત ચૂંટાયા છે. બંને ઉમેદવારોને 17 મતો મળ્યા જ્યારે સામે પક્ષે 11 મતો મળ્યા હતા. ભાજપના ત્રણ સદસ્યો અને 6 અપક્ષ સદસ્યોએ કોંગ્રેસ તરફે મતદાન કર્યું હતું. નોંધનીય છે કે, ગઈ કાલે સાબરકાંઠાની ખેડબ્રહ્મા અને ભાવનગરની તળાજા પાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તળાજા પાલિકામાં 25 વર્ષી પછી કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. તળાજા પાલિકાના પ્રમુખ તરીકે વિનુભાઈ વેગડ અને ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ વાળાની વરણી કરવામાં આવી છે. ખેડબ્રહ્મા પાલિકાની સત્તા કોંગ્રેસે હાંસિલ કરી છે. પાલિકા પ્રમુખ તરીકે સાગર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ જોશીની વરણી કરાઈ છે. મહત્વની વાત એ છે કે, 14 ભાજપ અને 14 કોંગ્રેસના સભ્યો હતા. જોકે, ભાજપના બે સભ્યો ગેર હાજર રહેતા કોંગ્રેસે સત્તા મેળવી છે.
ભાજપ તરફથી ગઈ કાલે જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે રાજ્યની 33 બેઠકો પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. જ્યારે 3 પાલિકા એવી છે, જ્યાં ભાજપ પાસે બહુમતી નહોતી છતા સત્તા હાંસલ કરી છે. આ ત્રણ બેઠકોની વાત કરીએ તો આણંદની ઓડ પાલિકા, જૂનાગઢની વિસાવદર અને માણાવદર પાલિકા ભાજપે કબ્જે કરી છે.
આ ઉપરાંત આજે પાટણની હારીજ પાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી આજે ખૂબ જ રોચક રહી હતી. કારણ કે, ભાજપના નારાજ ઉમેદવાર પ્રફુલ પરમારે કોંગ્રેસના સભ્યોના ટેકાથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, છેલ્લી ઘડીએ એક સભ્ય ફરી જતાં હાર થઈ છે. હારીજ નગરપાલિકાના પ્રમુખ માટે કોંગ્રેસના 5 કોંગ્રેસ સભ્યોના ટેકા સાથે ભાજપના ઉમેદવાર પ્રફુલ પરમારે ફોર્મ ભર્યું હતું. જોકે, 5 સભ્યોમાંથી 1 સભ્ય ફરી જતા અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ટેકો જાહેર કરતા કોંગ્રેસનો મનસૂબો અસફળ રહ્યો હતો. 1 સભ્યને કોંગ્રેસ પાસેથી ભાજપ પરત લાવવામાં સફળ રહ્યું હતું. અત્યારે 12 સભ્યોના ટેકા સાથે ભાજપના રંજનબેન મકવાણાનો વિજય થયો છે. આજે ભાજપના નારાજ ઉમેદવાર પ્રફુલ પરમારને 11 સભ્યોનો ટેકો મળ્યો, જેમાં 7 કોંગ્રેસ અને 4 ભાજપના હતા. જોકે, હારીજમાં હજુ ઉપ પ્રમુખની જાહેરાત બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement