Patan : બાળકીને મહિલાએ ઉકળતા તેલમાં નંખાવ્યો હાથ, કારણ જાણીને લાગી જશે આઘાત
આરોપી લખીબેન નામની મહિલાની ધરપકડ કરી લીધી છે. બાળકીને ગરમ તેલમાં નંખાવતા હાથ ગંભીર રીતે દાઝી ગઇ છે. બાળકીએ બૂમાબૂમ કરતાં મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે, અત્યારે તે પોલીસ પકડમાં છે.
પાટણઃ પાટણમાં 11 વર્ષીય બાળકીને પાડોશી મહિલાએ ઉકળતા તેલમાં નંખાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાંતલપુરમાં આરોપી મહિલા અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. આ બાળકી તેમને જોઈ જતાં તેને ધમકાવી હતી. તેમજ આ વાત કોઈને ન કહેવા માટે ધમકાવી હતી. એટલું જ નહીં, આ વાત કોઈને કરી છે કે નહીં તેની ખરાઈ કરાવવા માટે તેના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા હતા. બાળકીને સારવાર માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી છે. આરોપી લખીબેન નામની મહિલાની ધરપકડ કરી લીધી છે. બાળકીને ગરમ તેલમાં નંખાવતા હાથ ગંભીર રીતે દાઝી ગઇ છે. બાળકીએ બૂમાબૂમ કરતાં મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે, અત્યારે તે પોલીસ પકડમાં છે.
પાટણની ઘટના અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, પાટણમાં સત્યના પારખા કરવાની ઘટના દુઃખદ બાબત છે. કૃત્ય કરનાર મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકીની સારવારની સ્થળ તપાસ માટે આદેશ અપાયા છે. સ્થળ તપાસ કરી અહેવાલ પણ મંગાવાયો છે. માનસિક અને શારીરિક પ્રતાડીત કરવાનો કોઈને અધિકારી નથી. બાળકોને લઈ સરકાર સાથે સમાજની પણ જવાબદારી બને છે. ખૂબ અસહ્ય અને ગંભીર બાબત છે. બાળ જાગૃતિની અભાવને દૂર કરવામાં આવશે.
અન્ય એક ઘટનામાં, વડોદરાના હાઈ પ્રોફાઈલ બળાત્કારના કેસનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બળાત્કારના કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી પીઆઇને અરજી કરી અરજીમાં આરોપીએ બદનામ કરી પૈસા પડાવવા બુટલેગર અલ્પુ સિંધીનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવ્યો છે. અલ્પુ સિંધી યુવતીને ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે. યુવતીના ખાતામાં 41 લાખની શંકાસ્પદ એન્ટ્રી પણ મળી આવી છે.
વડોદરાના સી.એ.ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સી.એ. અને તેના ક્લાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સી.એ. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને પછી ફ્લેટ પર આવીને પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો એ પછી મારા ન્યૂડ ફોટા વાયરલ કરતાં મને શંકા ગઇ હતી. મેં મારા રૂમ ચેક કરતાં એ.સી.ના પ્લગ પાસે એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો અને આ કેમેરો મેં કાઢી લીધો હતો.
વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.
બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ ભટ્ટ આવ્યા હતા. રાજુ ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી. તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ? મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત. તે વખતે મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.