શોધખોળ કરો

પાટણઃ બે યુવતીઓએ રહસ્યમય સંજોગોમાં કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત, બંનેનો પરિવાર શોકમાં ગરકાવ

ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળેલી બંને ફ્રેન્ડે એકસાથે આપઘાત કરી લીધો છે. બપોરે ઘરેથી નીકળેલી યુવતીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. હારીજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ: હારીજના (harij)  ભલાણા ગામ પાસેની કેનાલમાં  (canal) ઝંપલાવી બે યુવતીઓએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. રહસ્યમય સંજોગોમાં યુવતીઓએ આપઘાત કરી લેતા બંનેના પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે. ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળેલી બંને ફ્રેન્ડે એકસાથે આપઘાત કરી લીધો છે. બપોરે ઘરેથી નીકળેલી યુવતીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. હારીજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શંખેશ્વર તાલુકાના સિપર ગામની 21 વર્ષની સ્નેહલ નનુભાઈ જાદવ અને મુબારકપુરાની 23 વર્ષની જયશ્રી ગગજીભાઈ સિંધવ બંને ફ્રેન્ડ છે. તેઓ ગત પહેલી મે ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.

પરિવારે શોધખોળમાં કરતાં બંનેએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરી છે. 

Dwarka : પત્નીએ કોની સાથે મળીને કરી નાંખી પતિની હત્યા? શું છે કારણ?

દ્વારકાઃ મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે મીઠાપુરના ઉદ્યોગનગરમાં રિસામણે આવેલી પત્નીને મનવવા માટે પતિ આવ્યો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું નહોતું તેમજ કોઈ વાતે મામલો બીચકાયો હતો અને વાત મારામારી સુધી આવી ગઈ હતી. 

રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. 

Bhavnagar : નાળા પાસેથી યુવક-યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરઃ સોનગઢ તાબેના  સરવેડી ગામે  ધોળા કુવા પાસે નાળા પાસેથી બે લાશો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.  અજાણ્યા પુરુષ અને મહિલાની લાશ મળી આવેલ છે. 

હાલ સોનગઢ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવક-યુવતી કોણ છે અને તેમની લાશો અહીં કેવી રીતે પહોંચી તેમજ તેમની હત્યા કરવામાં આવી કે પછી આત્મહત્યા છે, તે અંગે પોલીસ તપાસ પછી જાણવા મળશે. 

Amreli : બે સગીર બહેનોએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

અમરેલીઃ લાઠીમાં બે સગીર વયની બહેનોએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, લાઠીના મહાવીર નગર વિસ્તારમાં 2 સગી બહેનોએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. 17 અને 14 વર્ષની 2 બહેનોએ મોતને વ્હાલું કર્યું છે. 
રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા લાગી આવતા પગલું ભર્યાનું પોલીસમાં નોંધાયું. ઘટનાને પગલે લાઠી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. 

Banaskantha : સ્કૂલ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લામાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવતીની હત્યા કરાયા પછી યુવતીની લાશ સ્કૂલ પાસે ફેંકી દીધી હોવાનું પોલીસનું અનુમાન છે. અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમીરગઢની મોડેલ સ્કૂલ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઘા મારેલ હાલતમા યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું અનુમાન છે. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબ્જો લીધો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget