Mehsana: મહેસાણામાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા મચી અફરાતફરી, લોકોને થઈ રહી છે આંખોમાં બળતરા
મહેસાણા: પુનાસણ ગામમાં સાબરમતી ગેસ પાઇપની લાઈન લીકેજ થતા અફરાતફરી મચી ગઈ છે. રોડના કામના ખોદ કામ દરમિયાન લિકેજની ઘટના બની છે.
મહેસાણા: પુનાસણ ગામમાં સાબરમતી ગેસ પાઇપની લાઈન લીકેજ થતા અફરાતફરી મચી ગઈ છે. રોડના કામના ખોદ કામ દરમિયાન લિકેજની ઘટના બની છે. ગેસ લીકેજ થતાં ગામમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા ફાયર ટીમ અને સાબરમતી ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ગેસ લીકેજ થતાં લોકોની આંખો બળવાની ફરિયાદ સામે આવી છે.
ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
ગીર સોમનાથ જિલ્લાનું ઉના શહેર જ્યાં ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ જ્યારે અચાનક પથ્થરમારો થયો હતો. કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા.
મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું. હાલ તો 70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. તેમની પાસે તલવાર, બેઝ બોલના ધોકા, હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરાયા છે. હાલ તો સ્થિતિ કાબૂમાં છે.
બજારોમાં દુકાનો ખુલતાં ચહલ-પહલ પણ જોવા મળી રહી છે. પથ્થરમારાની આ ઘટના કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી. ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો. અંતે ગઈકાલે રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે.
ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી હતી.