શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Election: આ બેઠક પર બીજેપીમાં ભડકો, સાંસદના ભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની કરી જાહેરાત

Gujarat Assembly Election 2022: મહેસાણાના ખેરાલુમાં ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો સામે આવ્યો છે. ઠાકોર સમાજનાં ઉમેદવાર જાહેર ન થતાં નારાજગી જોવા મળી છે.

Gujarat Assembly Election 2022: મહેસાણાના ખેરાલુમાં ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો સામે આવ્યો છે. ઠાકોર સમાજનાં ઉમેદવાર જાહેર ન થતાં નારાજગી જોવા મળી છે. પાટણ ભાજપ સંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇએ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદાર ભાઇ ચોધરીનું નામ જાહેર કરતાની સાથે જ નારાજગી જોવા મળી રહી છે.

ભાજપે વધુ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપે ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. માંજલપુરના ઉમેદવાર જાહેર થયા નથી. ગરબાડા, ખેરાલુ, માણસા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે.

કોને મળી ટિકિટ

માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી.

ચૂંટણી લડવા આ લોકોના અભરખાં રહ્યા અધૂરા

ખેરાલુથી ચૂંટણી લડવાના જયરાજસિંહ પરમારના અભરખા અધૂરા રહ્યા છે. માણસાથી અમિત ચૌધરીને ટિકિટ મળી નથી. ખેરાલુ બેઠક પર રેખા ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. ખેરાલુ બેઠક પર 2017માં પેટા ચૂંટણીમાં જીતનારા અજમલજી ઠાકોરની પણ ટિકિટ કપાઈ છે.

કોને આપ્યું પ્રતિનિધિત્વ

ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી તો માણસા બેઠક પર પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.

ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન યોજાશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના,  ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની  'લોકપ્રિયતા' નું બહાનું રજૂ કર્યું છે. સામાન્ય રીતે પ્રત્યેક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરતી વખતે પોતાની સામે કોઇ ગુનો નોંધાયો હોય તો તેની વિગત એફિડેવિટમાં દર્શાવવી પડે છે. હવે  સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રત્યેક પક્ષે ગુનાઈત ઉમેદવારની વિગતો-તેને ટિકિટ આપવાનું કારણ માધ્યમો દ્વારા ૩ વખત પ્રકટ કરાવવી પડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનો નિયમ પ્રથમવાર અમલી થયો છે. આ નિયમના ભાગરૃપે ભાજપ દ્વારા30૦ ગુનાઈત ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક ઉમેદવારો પર અનેક ગુના હોવા છતાં તેઓ લોકપ્રિય છે, પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે, કર્તવ્યનિષ્ઠ છે, ગુનો નહીં ધરાવતા અન્ય દાવેદારો કરતાં તે વધારે સારો વિકલ્પ છે તેવા વિવિધ કારણો આપ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Dhavalsinh Zala એ Bhupendrasinh Zala ની પ્રશંસા પર શું કર્યો મોટો ખુલાસો?Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
Embed widget