શોધખોળ કરો

Sabarkantha : હવસખોરે માનસિક અસ્થિર મહિલા સાથે શરીર સંબંધ બાંધી હવસ સંતોષી, મહિલા ખુલ્લા પ્લોટમાંથી લોહી નિંગળતી હાલતમાં મળી....

ઇડરમાં કોઈ હવસખોરે માનસિક અસ્થિર મગજની મહિલા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને પોતાની હવસ સંતોષવા બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા લોહી નિંગળતી હાલતમાં મળી આવતાં આ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો.

ઈડરઃ એક અત્યંત આઘાતજનક ઘટનામાં ઇડરમાં કોઈ હવસખોરે માનસિક અસ્થિર મગજની મહિલા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને પોતાની હવસ સંતોષવા બળાત્કાર ગુજાર્યો હતો. ઈડરના જલારામ મંદિર સામે આવેલા પ્લોટમાંથી હવસખોરનો ભોગ બનેલી મહિલા માનસિક  અસ્થિર મગજની મહિલા લોહી નિંગળતી હાલતમાં મળી આવતાં આ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો.

માનસિક  અસ્થિર મગજની મહિલાને તાત્કાલિક 108 નંબરની એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. માનસિક  અસ્થિર મગજની મહિલાની હાલત ખરાબ થતાં ઇડર સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઇડર પોલીસે આ ઘટનામાં દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણઃ શંખેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગર્ભવતી થયા પછી સીમંત કરીને ડિલવરી માટે ગયેલી પરણીતાએ સાસરિયા સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ ફરિયાદમાં સનસનીખેજ આરોપો લગાવ્યા છે. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિ શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી સાસુ પુત્રવધૂને સસરા સાથે સંબંધ બાંધવા દબાણ કરતી હતી. સસરા પણ પુત્રવધૂની છેડતી કરતાં હતાં. જોકે, પરણીતા સસરા સાથે શારીરિક સંબંધથી સંતાન પ્રાપ્તિ માટે તૈયાર ન થતાં સાસરીવાળાએ પરામે ટેસ્ટ ટ્યૂબ બેબીથી ગર્ભધારણ કરાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે પરણીતાએ ફરિયાદ કરી છે કે, દહેજ પેટે પેટ્રોલપંપ નામ કરાવી લાવવાની ધમકી પણ સાસરીવાળા દ્વારા આપવામાં આવી છે. 

પરણીતાએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પરણીતાના વર્ષ 2013માં શંખેશ્વરના એક ગામમાં સાટાપ્રથામાં લ્ગન થયા હતા. પતિ આઠ વર્ષના લગ્નજીવનમાં એક પણ વાર શારીરિક સંબંધ બાંધી શક્યો નહતો. પુત્ર શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાથી વારસ માટે સાસુ સસરા સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. આ અંગે તેણે પતિને વાત કરતાં તેમણે પણ પરિવારને સમર્થન આપ્યું હતું. બીજી તરફ સસરા પણ તેની છેડતી કરતાં હતાં. આમ છતાં પરણીતા સંબંધ બાંધવા તૈયાર ન થતાં સાસરીવાળાએ ટેસ્ટટ્યુબ બેબી થકી ગર્ભ ધારણ કરાવ્યું હતું. 

પરણીતાને ગર્ભ રહી જતાં સીમંત કરવામાં આવ્યું હતું. તેમજ સીમંતના એક દિવસ પહેલા પરત આવે એટલે એક પેટ્રોલ પંપ તેમના નામે લખાવી લાવવાની ધમકી આપી હતી. હાલ પરણીતાને નવમો મહિનો ચાલે છે. ત્યારે બાળકીને લઈને સાસરીવાળા કોઈ ખોટા આક્ષેપો લગાવે નહીં તે માટે તેણે પોતાના પરિવારના સમગ્ર હકિકત જણાવી હતી. પરિવારે હિંમત આપતાં તેણે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

પરણીતાનો આક્ષેપ છે કે, પતિ પ્રાઇવેટ નોકરી કરતો હોવાથી બે-ત્રણ મહિને ઘરે આવે છે. બીજી તરફ પુત્રવધૂ ઘરે એકલી હોવાથી સસરા તેની છેડતી કરતા હતા. પોલીસે પરણિતાની રૂબરુમાં જુબાની ળઈને સાસરીવાળા સામે ગુનો નોંધ્યો છે. પરણીતાના સાટા પદ્ધતિથી લગ્ન થયા છે. એટલે એની નણંદના લગ્ન તેના ભાઈ સાથે થયા છે. જોકે, તેના પિતા અને ભાઈ હયાતમાં નથી. બીજી તરફ તેની ભાભીએ સાસરીમાં ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેની ભાભીની ફરિયાદ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. આમ, સામસામે ફરિયાદ થઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget