શોધખોળ કરો

Mehsana: વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે આપી મોટી રાહત,સજાને લઈને જાણો શું લીધો નિર્ણય

મહેસાણા: દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે રાહત આપી છે.  વિપુલ ચૌધરીની સજા ઉપર કોર્ટે સ્ટે આપ્યો છે. 7 વર્ષની સજા ઉપર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરી સહિત 15 આરોપીની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે.

મહેસાણા: દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે રાહત આપી છે.  વિપુલ ચૌધરીની સજા ઉપર કોર્ટે સ્ટે આપ્યો છે. 7 વર્ષની સજા ઉપર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરી સહિત 15 આરોપીની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. 50000 હજારના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે જામીન મંજુર કર્યા છે.  તમને જણાવી દઈએ કે,સાગરદાણ કોભાંડ મુદ્દે વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા કરવામાં આવી હતી.

જેલની સજા મળતા મીડિયા સમક્ષ વિપુલ ચૌધરીએ શું કહ્યું હતું ?

દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેનને સાગરદાણ કોભાંડ મુદ્દે સાત વર્ષની સજા કરતા વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા છે. જો કે વિપુલ ચોધરીએ મીડિયા સમક્ષ કહ્યુ કે, મેં જ્યારે દાણ આપ્યું ત્યારે મહારાષ્ટ્રના હાલના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હાજર હતા ત્યારે જુબાની લેવી હોઇ તો આ બધાની જુબાની લેવાની જરુર હતી. જે હાજર ન હતા તેવા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાની જુબાની લેવાનો શું અર્થ છે. 

મને આમા રાજકીય ષડયંત્ર સિવાઈ કઇ દેખાતું નથી. મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે. ઇફ્કોએ પણ દાણ આપ્યુ છે અને એનડીડીબીએ પણ દાણ આપ્યુ છે પણ કેસ માત્ર મારા ઉપર થયો છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીએ એમ પણ કહ્યું કે, પશુઓ માટે કરેલ કામ મારા મતે ગુનો નથી.

શું હતી ઘટના?

દિગ્ગજ રાજનેતા ગણાતા વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો. મહેસાણાના દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત કુલ 15 આરોપીએને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સજા સંભળાવી હોવાથી હવે વિપુલ ચૌધરી આગામી ચૂંટણી નહીં લડી શકે. આ કેસમાં કોર્ટે તમામ 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, અને વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. વિપુલ ચૌધરી રાજ્ય સરકારમાં પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.

આ પહેલા આજે મહેસાણાની કોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ પછી હવે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા અંગે જે કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ, તેમાં આ તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. ખાસ વાત છે કે આ કેસમાં સામેલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના કોર્ટનો ચૂકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા છે, અને હવે આ કેસમાં 19 વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોર્ટમાં 23 સાક્ષીઓની આ કેસ મામલે જુબાની લેવામાં આવી હતી.

માહિતી પ્રમાણે, મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજે મહેસાણાની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો, આ કેસમાં વિપુલ ચૌધરી અને પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી પણ આરોપી હતા, અને તેમને દોષિત જાહેર કર્યા બાદ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ખાસ વાત છે કે, આ કેસમાં ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, અને કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા હતા, અને આ ઉપરાંત 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થયો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Embed widget