શોધખોળ કરો
Advertisement
મહેસાણા પાસે અકસ્માતમાં ગુજરી ગયેલા 3 શિક્ષકો કોણ? ક્યાં જતા હતા, ચોથા શિક્ષકનું શું થયું?
કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જ્યારે એક શિક્ષકનો બચાવ થયો છે. બચી ગયેલી વ્યક્તિને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.
મહેસાણાઃ પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે રોડ પાસે આવેલા તળાવમાં કાર ડૂબી જતાં યુવતી અને બે પુરુષ શિક્ષકના મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી રાધનપુરના મોરવાડ નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો.
કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. જ્યારે એક શિક્ષકનો બચાવ થયો છે. બચી ગયેલી વ્યક્તિને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી ગામના લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ત્રણેયની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ છે. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
1. મિતાબેન પટેલ - મહેસાણા
2. વિપુલ ચૌધરી -બાસણા
3. આનંદ શ્રીમાળી - વિસનગર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion