Hyundai Motor News: હ્યુન્ડાઈની તમામ કાર થઇ મોંઘી, જાણો કેટલો કર્યો વધારો?
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં વધારો થવાના કારણે કારની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.
Hyundai Motor India Hikes Prices: નવા વર્ષ 2025માં નવી કાર ખરીદવા માટે તમારે વધુ રૂપિયા ખર્ચવા પડી શકે છે. Hyundai Motor India Limited એ 1 જાન્યુઆરી, 2025 થી તેની કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટ એટલે કે ખર્ચમાં વધારો, ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાને કારણે તેણે કારની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.
સ્ટોક એક્સચેન્જ પર રેગ્યુલેટરી ફાઇલિંગમાં, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ તેની કારની કિંમતો વધારવાના નિર્ણય વિશે માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે તે જાન્યુઆરી 2025 થી તેના વાહનોની કિંમતો વધારવા જઈ રહી છે, જેના વિશે અગાઉથી માહિતી આપવામાં આવી છે. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું કે, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં વધારો, પ્રતિકૂળ વિનિમય દરો અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાને કારણે 1 જાન્યુઆરી, 2025થી વાહનોની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ કહ્યું કે, કંપનીનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે ગ્રાહકો પર વધતા ખર્ચનો બોજ ઓછો કરવામાં આવે જેથી ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર ન પડે.
હ્યુન્ડાઈની કાર 25,000 રૂપિયા મોંઘી થશે
હાલમાં હ્યુન્ડાઈની કાર 5.92 લાખ રૂપિયાથી 46.05 લાખ રૂપિયાની વચ્ચે બજારમાં ઉપલબ્ધ છે. તેમાં Hyundai Grand i10 Niosની કિંમત 5.92 લાખ રૂપિયા અને Hyundai IONIQ 5 EVની કિંમત 46.05 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.
હ્યુન્ડાઈના સીઇઓ તરુણ ગર્ગે કહ્યું કે અમારા વાહનોની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી છે, જેના કારણે અમારે કારની કિંમતો વધારવી પડી છે. વધેલી કિંમતો 1 જાન્યુઆરી,2024થી તમામ વાહનો પર લાગુ થશે.
હાલમાં ભારતમાં માર્કેટમાં કુલ 13 મોડલ વેચાય છે, જેમાં 3 હેચબેક, 8 SUV અને 2 સેડાનનો સમાવેશ થાય છે. આગામી વર્ષમાં કંપની 4 નવી કાર લોન્ચ કરી શકે છે જેમાં Hyundai Creta EV, Hyundai Santa Fe, Hyundai IONIQ 6, Hyundai Insterનો સમાવેશ થાય છે.
જો તમે ડિસેમ્બરમાં ખરીદી કરશો તો તમને ફાયદો થશે
જો તમે વર્ષના અંત પહેલા હ્યુન્ડાઈ કાર ખરીદો છો તો તમે હજારો રૂપિયા બચાવી શકો છો. જો તમે Honda Venue ખરીદો છો તો તમે 75,629 રૂપિયા સુધીની બચત કરી શકો છો. વેન્યુ Eની શરૂઆતી કિંમત 9.12 લાખથી 11.29 લાખ રૂપિયા છે.
જો તમે Hyundai Exeter ખરીદવા માંગો છો તો કંપની તમને ડિસેમ્બર ઓફરમાં આ કાર પર 52,972 રૂપિયા સુધીની બચત કરવાની તક આપી રહી છે. જ્યારે તમે i20 ખરીદો છો તો તમે 65,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ સિવાય તમે Grand i10 NIOS પર 68,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.
લાંબી રાહ જોવડાવ્યા બાદ આવી ગઇ Hondaની નવી Amaze, કિંમતથી લઇને ફિચર્સ અહીં જાણો