શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે વધુ પાંચ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
પાટણ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે વધુ એક સાથે પાંચ કેસ સામે આવ્યા છે.

પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યાર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે વધુ એક સાથે પાંચ કેસ સામે આવ્યા છે. બે સ્ત્રી અને ત્રણ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના મોતિશા દરવાજાના જકશી વાડો મહોલ્લાના 62 વર્ષના વૃદ્ધને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત સોનિવાડા ખેજડાની પોળની 70 વર્ષની વૃધ્ધા, સરસ્વતી તાલુકાના જંગરાલની 58 વર્ષની મહિલા, રાધનપુરના મસાલી રોડ ધાર્મિક સોસાયટીના 52 વર્ષના પુરુષ અને સિદ્ધપુરની એડનવાલા સ્કૂલ પાસે તહેરપુરાના 45 વર્ષનો પુરુષ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા પાંચ કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસ 130 થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















