શોધખોળ કરો
બનાસકાંઠાઃ બ્રિજ પરથી ધસમસતા પ્રવાહ વચ્ચે ડ્રાઇવરે નાંખી ટ્રક, પછી શું થયું? સામે આવી LIVE તસવીરો
થરાથી હારીજ આવિ રહેલી ટ્રક નદીના પાણીમાં તણાતા પાણીમાં થઇ ગરકાવ થઈ ગઈ હતી. ટ્રકમાં ડ્રાઈવર સહિત સાત લોકો સવાર હતા.

પાટણઃ થરા-હારીજ હાઇ-વે ઉપર બનાસ નદી પર આવેલા બ્રિજ પરથી પસાર થવા જતાં ટ્રક તણાઈ ગઈ હતી. થરાથી હારીજ આવિ રહેલી ટ્રક નદીના પાણીમાં તણાતા પાણીમાં થઇ ગરકાવ થઈ ગઈ હતી. ટ્રકમાં ડ્રાઈવર સહિત સાત લોકો સવાર હતા. જોકે, સ્થાનિક લોકોએ રેસ્ક્યું કરી સાતે લોકોને બચાવી લીધા હતા. થરા હારીજ હાઇવે ઉપર અસાલડી ગામ પાસે આ ઘટના બની હતી. સ્થાનિક લોકોની મદદથી સાત લોકોના જીવ બચ્યા છે.
વધુ વાંચો




















