શોધખોળ કરો
Advertisement
શામળાજી મંદિરની વાવ પર ફોટો પડાવવા જતાં નીચે પટકાયેલી મહિલાનું મોત, સામે આવ્યા સીસીટીવી
ભરૂચના ૪૫ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પરિવાર સાથે દર્શને આવ્યા હતા. ૪૫ વર્ષીય મહિલાના મોતથી દર્શને આવેલા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
શામળાજીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં પડી જતા મહિલાનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, મહિલા ફોટો પડવવા માટે વાવના પથ્થર પર ઉભા રહેવા જતા નીચે પટકાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
મહિલા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવતા હતા. આ જ સમયે પગ લપસતાં મહિલા વાવમાં પડી જતા માથામાં ઇજાથી મોત નીપજ્યું હતું. ભરૂચના ૪૫ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પરિવાર સાથે દર્શને આવ્યા હતા.
૪૫ વર્ષીય મહિલાના મોતથી દર્શને આવેલા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મંદિર પરિસરમાં આવેલી વાવા ચારે બાજુથી ખુલ્લી હોવાને પગલે અકસ્માતે મહિલાનું મોત નીપજ્યું છે. શામળાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement