શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ ONGCના કર્મચારીએ પરણીત હોવા છતાં કર્યાં ફરી લગ્ન, યુવતીને વેલ પર લઈ જઈ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને....
ગોવિંદ વાડી ગામના અને સાંથલ ઓએનજીસી વેલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ ઉર્ફે શક્તિસિંહ મદનસિંહ ઝાલાના સંપર્કમાં એક યુવતી આવી હતી. જોકે, અનિરુદ્ધસિંહે પરણીત હોવાની વાત છૂપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા.
મહેસાણાઃ સાંથલ ઓએનજીસી વેલના સિક્યુરિટી ગાર્ડ સામે બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. સિક્યુરીટી ગાર્ડ પરિણીત હોવા છતાં યુવતી સાથે બીજા લગ્ન કરી બળાત્કાર ગુજાર્યો હતો. લગ્ન કર્યા બાદ યુવતીને ઓએનજીસીના વેલ ઉપર લઈ જઈ માર મારી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ગોવિંદ વાડી ગામના અને સાંથલ ઓએનજીસી વેલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ ઉર્ફે શક્તિસિંહ મદનસિંહ ઝાલાના સંપર્કમાં એક યુવતી આવી હતી. જોકે, અનિરુદ્ધસિંહે પરણીત હોવાની વાત છૂપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા.
યુવતીને અનિરુદ્ધસિંહ પરણીત હોવાની જાણ થતાં યુવતીએ સિક્યુરિટી ગાર્ડ અનિરુદ્ધસિંહ ઉર્ફે શક્તિસિંહ મદનસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement