શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ 19 વર્ષના યુવકને પાસે રહેતી 15 વર્ષની છોકરી સાથે બંધાયા સંબંધ, બંને ભાગીને સૌરાષ્ટ્ર ગયાં ને પછી....
ઘટનાની વિગત એવી છે કે, મુળી ગામની સીમના રોડ અને નાયકા ડેમની સામેની સાઇડમાં એખ યુવક-યુવતીએ આત્મત્યા કરી લીધા હોવાની જાણ મુળી પી.એસ.આઇ.ઝાલાને થઈ હતી
મહેસાણાઃ મહેસાણા જિલ્લાના 19 વર્ષના યુવકને 15 વર્ષની છોકરી સાથે સંબંધ બંધાયા હતા. પાસપાસે રહેતાં આ યુવક-યુવતીને પરિવારનાં લોકો લગ્ન નહીં કરવા દે એવું લાગતાં બંને ભાગીને સૌરાષ્ટ્ર ગયાં હતાં. જો કે ત્યાં પણ રઝળપાટ થતાં અંતે સુરેન્દ્રનગરના મુળી ગામની સીમમાં આ પ્રેમી યુગલે સજોડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ બંને યુવક-યુવતી મહેસાણા વિસ્તારના હોવાથી પોલીસે બંનેના પરીવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મુળી ગામની સીમના રોડ અને નાયકા ડેમની સામેની સાઇડમાં એખ યુવક-યુવતીએ આત્મત્યા કરી લીધા હોવાની જાણ મુળી પી.એસ.આઇ.ઝાલાને થઈ હતી. પીએસઆઈ ઝાલા સાથે મુળી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. ઘટના સ્થળે એક યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લધી હતી. .પોલીસે તપાસ કરતા યુવક અને યુવતીના આધારકાર્ડ મળી આવ્યા હતા. યુવકનું નામ સેંધાજી ઠાકોર અને યુવતીનું નામ રોશનીબેન ઠાકોર જાણવા મળ્યુ હતુ.
યુવક 19 વર્ષનો અને યુવતી પંદર વર્ષની ઉમરની હતી. આ બંન્ને મહેસાણા જિલ્લાના રાંતેજ બલોલ રામનગર ઠાકોરવાસનાં હતાં. બંનેને સંબંધ બંધાયા હતા પણ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી લગ્ન શક્ય ના લાગતાં ભાગી ગયાં હતાં. પોલીસે આધારકાર્ડના આધારે ઓળખ થઇ જતા મહેસાણા યુવક અને યુવતી બંન્નેના પરીવારજનોને જાણ કરી બોલાવ્યાં હતાં. આ કેસની આગળની તપાસ મુળી પોલીસ ચલાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement