દિલ્લી મુંબઇ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે કરી આગાહી
Rain Forecast: દિલ્હીમાં ઉકળાટ અને બફારાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. દિલ્લી સહિત આ રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે.
Rain Forecast:જુલાઇના અંતિમ સપ્તાહમાં અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. દિલ્હીમાં બેઠેલા નારાજ વાદળો આખરે રાજધાનીમાં વરસતા જોવા મળી રહ્યાં છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની સાથે ભેજ હજુ પણ યથાવત છે. પહાડોમાં પણ હવામાન ખતરનાક બની ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો ચાલો જાણીએ કે આજે હવામાન કેવું રહેશે.
દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતા
દિલ્હીમાં સપ્તાહના અંતે વરસાદ પડી શકે છે. આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજધાનીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે પાટનગરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.
જાણો ઉત્તર પ્રદેશની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. મુઝફ્ફરનગર, મેરઠ, એટાહ, હાપુડ, ટુંડલા, આગ્રા, નગીના, લલિતપુર, બિજનૌર, ફતેહાબાદ, બુલંદશહેર, બાંદા અને ફરુખાબાદમાં વરસાદ પડી શકે છે.
બિહાર-ઝારખંડમાં વરસાદને લઈને મોટું અપડેટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બક્સર, અરાહ, રોહતાસ, કૈમુર, ઔરંગાબાદ, સુપૌલ, કિશનગંજ, સહરસા, મધેપુરા, પૂર્ણિયા, કટિહાર, ખગરિયા, ભાગલપુર, મુંગેર, બાંકા અને જમુઈ જિલ્લામાં વરસાદની સંભાવના છે. 26 જુલાઈએ બક્સર, અરાહ, કૈમુર, ઔરંગાબાદ, ગયા, અરવલ, પટના, જેહાનાબાદ, ગયા, નાલંદા, નવાદા, બેગુસરાઈ, મુંગેર, લખીસરાય, જમુઈ, ભાગલપુર, બાંકા અને ખગરિયામાં વરસાદ થઈ શકે છે. જ્યારે ઝારખંડની વાત કરીએ તો સેરાકેલા ખરસાવાન, સિમડેગા, પશ્ચિમ અને પૂર્વ સિંઘભૂમ, ખુંટી અને ગુમલામાં વરસાદની સંભાવના છે.