Weather Update: દેશના આ 13 રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશના અનેક રાજ્યોમાં હાલ કમોસમી વરસાદે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
Weather Update: દેશના અનેક રાજ્યોમાં હાલ કમોસમી વરસાદે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગ મુજબ અરુણાચલ, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ અને દેશના 13 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અન્ય રાજ્યોમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારે અને હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે. IMDના અધિકારીઓનું કહેવું છે કે, શુક્રવારથી આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી
જમ્મુ-કાશ્મીર અને હિમાલયના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓના મતે અલ નિનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મે મહિનામાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. જે 13 રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે તેમાં સિક્કિમ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે.
15 દિવસથી કમોસમી વરસાદથી પાકને અસર થઈ છે
15 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે દેશના 18 રાજ્યોમાં બાગાયતી ખેતી સહિતના પાકને અસર થઈ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશમાં બટાટા અને પંજાબ અને દેશની રાજધાની દિલ્હી, ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં લીલા શાકભાજીના પાકને અને ઉનાળુ પાકને નુકસાન થયું છે.
ખરાબ હવામાનના કરાણે 8 મે સુધી કેદારધામ યાત્રા સ્થગિત, આગામી 4 દિવસ બરફવર્ષાની આગાહી
ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા 8 મે સુધી રોકી દેવામાં આવી હતી. તીર્થયાત્રીઓને જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 11 દિવસની યાત્રામાં એક લાખ 42 હજાર 788 થી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.
કેદારનાથમાં હવામાન સતત બગડી રહ્યું છે. જ્યાં એક તરફ સતત ભારે હિમવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ ગ્લેશિયર્સ દરરોજ તૂટી રહ્યા છે. જેના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો અવરોધાયો હતો. હા, ગઈકાલે ભૈરવ અને કુબેર ગડેરે ખાતે ગ્લેશિયર તૂટવાને કારણે યાત્રાનો માર્ગ ખોરવાઈ ગયો હતો.
જે બાદ DDMA, SDRF, DDRF, NDRF, YMF અને પોલીસ કર્મચારીઓએ સખત મહેનત બાદ રસ્તો તૈયાર કર્યો છે. જ્યાં સીડી બનાવીને યાત્રિકોની અવરજવર શરૂ કરવામાં આવી હતી.
આટલું જ નહીં કેદાર ઘાટીમાં આગામી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પર 8 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા 3 મેના રોજ ખરાબ હવામાનના કારણે યાત્રા રોકવી પડી હતી. દરમિયાન યાત્રાના રૂટ પર ગ્લેશિયર્સ સતત તૂટી રહ્યા છે, જેના કારણે રૂટને સરળ બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે માત્ર 4,100 તીર્થયાત્રીઓને કેદારનાથ મોકલવામાં આવ્યા હતા!