શોધખોળ કરો
મોદી સરકાર-2 ને આજે 100 દિવસ પૂરા, સરકારની ઉપલબ્ધિઓનો થશે મેગા પ્રચાર
મોદી સરકારના બીજા કાર્યકાળને આજે 100 દિવસ પૂરા થઈ રહ્યાં છે. આ અવસર પર સરકાર મેગા પ્રચારની યોજના તૈયાર કરી છે. જેથી દેશના લાકો જાણી શકે કે નરેન્દ્ર મોદી સરકારે માત્ર 100 દિવસમાં દેશહિત માટે કયા કયા મહત્વના નિર્ણયો લીધા છે.

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળને આજે 100 દિવસ પૂરા થઈ રહ્યાં છે. આ અવસર પર સરકાર મેગા પ્રચારની યોજના તૈયાર કરી છે. કેન્દ્ર સરકાર તરફથી એક મોટી પત્રકાર પરિષદ યોજવામાં આવશે આ સિવાય મંત્રીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે પોત પોતાના મંત્રાલય દ્વારા કરવામાં આવેલા નિર્ણય અને કામોની યાદી બનાવે અને મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવે. જેથી દેશના લાકો જાણી શકે કે નરેન્દ્ર મોદી સરકારે માત્ર 100 દિવસમાં દેશહિત માટે કયા કયા મહત્વના નિર્ણયો લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે આઠ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર તરફથી પ્રકાશ જાવડેકર એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ કરી શકે છે જેમાં તેઓ સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે. સાથે મંત્રાલય સ્તરે પણ મંત્રીઓ સમાચાર પત્રમાં ઇન્ટરવ્યૂ અને પ્રેસ રિલીઝ કરી પોતાની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. જેથી સરકારના કામો અંગે જનતા જાણી શકે. સરકારનું માનવું છે કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો સીધો ફાયદો આગામી દિવસોમાં ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં થશે.
વધુ વાંચો





















